ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમે ને ત્રણેય ફોરમેટમાં ટોપ સુધી પહોચાડવામાં મહેન્દ્ર સિંહ ધોની ની મહત્વની ભૂમિકા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટની દુનિયામાં વિકેટકીપર, બેટ્સમેન અને ત્યારબાદ સુકાની તરીકે જબરદસ્ત સફળતા મેળવી. હવે ભારતીય ટીમનો આ ભૂતપુર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની હવે એક અવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની એક નવા અવતારમાં તેના ચાહકો સમક્ષ આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની હવે વેબ સીરિઝમાં નજર આવશે. જેનું નામ અથર્વ (Atharva: The Origin) છે. ધોનીએ પોતે આ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ કર્યું હતું અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોસિયલ મીડિયામાં તહેલકો મચાવી દીધો છે. આ વેબ સીરિઝમાં ધોની એક યોદ્ધાની ભૂમિકામાં જોવા મળશે.
અથર્વ ધ ઓરિજિનમાં મહેન્દ્ર સિંહ ધોનીનો અવતાર ભગવાન શિવથી પ્રેરિત થયો હોય તેવું લાગી રહ્યું છે.MS ધોનીના લાંબા વાળની જટા એકદમ શિવજીની જેમ લાગી રહ્યા છે.તથા તેના ગળામાં માળા અને બંને હાથમાં હથિયાર છે અને તે રાક્ષસો સાથે જંગ લગી રહ્યો છે. ધોનીના ચાહકોએ ધોનીને એક યોદ્ધાના લુકમાં પહેલાવાર જોશે અને તેનો આ લુક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ધોનીએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં આ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ કર્યું છે અને લાખોની સંખ્યામાં લોકો તેને શેર કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે.
જાણો મહેન્દ્ર સિંહ ધોનીની અથર્વ : ધ ઓરિજિન વિષે..
મહેન્દ્ર સિંહ ધોનીની અથર્વ : ધ ઓરિજિન પૌરાણિક કથાઓ અને વિજ્ઞાનના મિશ્રણથી બનેલી એક વેબ સીરિઝ છે. એક લેખક રમેશ થમિલમનીએ એક બુક લખી છે. જે અત્યાર સુધી પબ્લિશ થઇ નથી.તેના આધારે ધોનીની વેબ સીરિઝ છે. આ વેબ સીરિઝને ધોનીની એન્ટરટેનમેન્ટ કંપની બનાવી રહી છે. ધોનીની પત્નિ સાક્ષીએ વર્ષ ૨૦૧૯માં આ કંપની બનાવી હતી.
કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની ગ્રાફિક્સ નોવેલની દુનિયામાં પ્રવેશી રહ્યો છે. તેના ચાહકો આતુરતાથી તેની આ વેબ સીરિઝની રાહ જોઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે આ પહેલા વર્ષ ૨૦૧૬ માં ધોનીની બાયોપિક એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી રિલીઝ થઇ હતી. જેને ધોનીના ચાહકોએ મોટી સંખ્યામાં પસંદ કરી. સુશાંત સિંહ રાજપુતે આ ફિલ્મમાં ધોનીનું પાત્ર ભજવ્યું હતું. જોકે અત્યારે ધોની ચેન્નઈમાં આઈપીએલના મેગા ઓક્શનની રણનીતિ બનાવી રહ્યો છે. આઈપીએલનું મેગા ઓક્શન ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી બેંગલુરુમાં થશે.