ચૂંટણી પ્રચાર નો રંગ જામ્યો આજે યોગી આદિત્યનાથ ઉમેદવારી પત્ર ભરશે અને ગોવામાં રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરશે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીજી  આજે ગોરખપુર શહેર સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. આ આવસરે પાર્ટીના વરીષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

જે.પી.નડ્ડા આજે ઉત્તરપ્રદેશમાં અનેક જગ્યાએ પ્રચાર કરશે. તેઓ માધુગઢમાં જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ ઉરઇની જનસભાની સાથે પાર્ટીની સંગઠન બેઠકમાં ભાગ લેશે. જે.પી.નડ્ડા ભોગનીપુરમાં એક જનસભાને સંબોધન કરશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગોવાના ચૂંટણી પ્રવાસે રહેશે. રાહુલ ગાંધી પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. અને આ ઉપરાંત પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે.

યુપીમાં ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે.

ઉત્તરપ્રદેશમા આજે ચોથા તબક્કા માટે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. ભારતીય ચૂંટણી પંચ યુપીમાં ચૂંટણીના છઠ્ઠા તબક્કાની ગેઝેટ સુચના પ્રસિધ્ધ કરશે. આ તબક્કામાં ૫૭ બેઠક માટે ૩ માર્ચે મતદાન થશે.

ચૂંટણી પંચ મણીપુરમાં બીજા બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડશે. મણીપુરમાં બીજા તબક્કાનું ૩ માર્ચે મતદાન થશે. આ તબક્કામાં ૨૨ વિધાનસભા બેઠક માટે મતદાન થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *