ફ્યુચર રિટેલ લિમિટેડ એ નહીં ચૂકવેલી ૧૭,૦૦૦ કરોડ રૂપિયા બાકી રકમ વસૂલ કરવા માટે ૨૭ બેંકોના જૂથે સુપ્રીમ કોર્ટમાં એફઆરએલની મિલકતો બિડ્સ દ્વારા વેચવાનું સૂચન કર્યુ છે.
બેંકોને કોઇ પણ કાર્યવાહી ન કરવાના નિર્દેશ આપવાની માગ કરતી એફઆરએલની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમાનાના નેતૃત્ત્વવાળી ખંડપીઠ દ્વારા કોઇ આદેશ જારી કરવામાં આવ્યો નથી.
એફઆરએલ ના વકીલ હરિશ સાલ્વેએ સુનાવણી પછી જણાવ્યું હતું કે આ કેસની વધુ સુનાવણી એક સપ્તાહ આૃથવા તો ૧૦ દિવસ માટે સૃથગિત કરવામાં આવે તેવી શક્યતા છે. સાલ્વેએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે અમને એક સપ્તાહ આૃથવા દસ દિવસનો સમય આપવામાં આવે જેથી અમે બેંકો સાથે વાત કરી શકીએ.
બેંકો વતી હાજર રહેલા એડવોકેટ રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે એફઆરએલ દ્વારા બેંકોને ૧૭૦૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. જો એફઆરએલને વધુ સમય આપવામા આવશે આ રકમ વધીને ૨૫,૦૦૦ કરોડ રૂપિયા થઇ જવાની શક્યતા છે.
એડવોકેટ રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે એફઆરએલને ખરીદવા એમેઝોન અને રિલાયન્સ વચ્ચે સ્પર્ધા છે અને આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જો એમેઝોન કેસ જીતશે તો ફ્યુચરને ૭૦૦૦ કરોડ રૂપિયા અને જો રિલાયન્સ જીતશે તો તેને ૨૫,૦૦૦ કરોડ રૂપિયા મળશે. જો કે આ રકમ સમગ્ર ગુ્રપ માટે મળવાની હોવાથી બેંકોને ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ કાર્યવાહી કરવાની ફરજ પડશે.