આજે આમ આદમી પાર્ટીની ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં AAP ના નેતા શ્રી ઇશુંદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે આપણે સૌ જાણીએ છે કે ગુજરાતમાં છેલ્લા ૨૭ વષઁથી ભાજપનુ પંચાયતથી લઇ રાજ્ય સરકાર સુધીનુ મજબુત એકહથ્થુ શાસન છે. ગુજરાતમાં છેલ્લા ૨૭ વષઁના શાસનકાળમાં આચરાયેલા તમામ કૌભાંડો , કાંડો અને કુકમોઁના તાર કમલમ સુધી જોડાયેલા હોય છે હમણા જ થોડા દિવસો અગાઉ ગુજરાતમાં એક મોટુ પેપર લીક કૌભાંડ બહાર આવ્યુ જે ધટનાને લઇને આમ આદમી પાટીઁએ મજબુત વિરોધ નોઘાંવ્યો અને હિમ્મંતથી ભાજપના કાયાઁલય સુધી સુપર CM ગણાતા એવા સી.આર.પાટીલને આવેદન પત્ર આપવા પહોચી ગયા હતી. જે ધટનાથી ભાજપના નેતાઓ ખુબ હચમચી ઉઠ્યા કે ૨૭ વષઁથી શાસનકાળમાં છીએ પણ આટલો મજબુત રીતે કરવાની હિમ્મત કોઇ પાટીઁએ નથી કરી પણ આ આમ આદમી પાટીઁએ કરી છે ને હવે જો ગુજરાતમાં AAP નો વ્યાપ વધશે તો આપણા તમામા કાડોં અને કોભાંડોનો પદાઁફાશ થશે ત્યારથી તેઓ નક્કી કયુઁ કે AAP ના નાના-મોટા નેતાઓ, પદાધીકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓને કે કાયઁકરોને લોભ, લાલચ, ધાક, ધમકી થી ખોટા કેસોમાં ફસાવી કે યેનકેન પ્રકારે તોડો અને AAP નુ અસ્તિત્વ ખત્મ કરો .
વધુમાં ઇશુંદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે ગઇકાલે જે કોપોઁરેટર જોડાયા તેમાંના એક વોડઁ નંઃ૩ ના કોપોઁરેટર રુતા કાકડીયાએ તો તાઃ 17/6/21 ના રોજ પોતે જ પ્રેસ કોન્ફરન્સ કરીને એવો સ્વીકાર કયોઁ છે કે મને ભાજપમાં જોડાવા માટે ભાજપ દ્વારા રુપીયા 3 કરોડની ઓફર કરવામાં આવી છે. બીજા એક સુરતના વોડઁ નંઃ2 ના કોપોઁરેટર ભાવના સોલંકીનો એવો આરોપ એવો હતો કે હું દલીત હોવાના નાતે પાટીઁમાં મારી સાથે અન્યાય થઇ રહ્યો હતો જેના જવાબમાં ગઢવીએ જણાવ્યુ હતુ કે અમે તો તેમને સુરત મ્યુનિસીપીલ કોપોઁરેશનના દડંક તરીકેની સ્થાન આપેલુ તેમાં દડંક તરીકે તેમને કોપોઁરેશની ઓફિસમાં પ્રાઇવેટ ઓફિસ, PA, ટાઇપીસ્ટ, ડ્રાઇવર અને ગાડી સહિતની સુવીધા પ્રાપ્ત થયેલી તો અન્યાય કેવી રીતે થયો ? આ ગયેલા કોપોઁરેટરોને ભાજપ દ્વારા તૈયાર થયેલ સ્કીપ્ટ લખેલુ કાગળ પકડાવી દેવામાં આવેલુ જે તેમણે મીડીયા સમક્ષ વાંચી સંભળાવ્યુ વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે આ જે કોપોઁરેટરો ગયા છે તેમાંના એક વોડઁ નં:16 ના કોપોઁરેટર વિપુલ મોવલીયા છેલ્લા ત્રણ મહિનાથી SMC ના વિરોધપક્ષના નેતા શ્રી ધમેઁશ ભંડંરી અને શહેર પ્રમુખ શ્રી મહેન્દ્ર નાવડીયા પાસે એવી રજુઆત, માંગણી અને દબાણ કરતા હતા કે ભાજપ પક્ષના નેતાઓ અને ધારાસભ્યો જુદા જુદા ઝોન, જુદી જુદી સમીતીઓ, જુદા જુદા વિભાગો અને ટેન્ડરોમાં તેમના કોપોઁરેટરોને સેટીગં અને ટકારવારી નક્કી કરાવી આપે છે. તો આપણી પાટીઁને પણ કોપોઁરેટરોને આવુ કરાવી જોઇએ ત્યારે જ તેઓ ને આમ આદમી પાટીઁ દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવેલ કે AAP કામની અને ઇમાનદારીથી કરી રહેલ રાજનૈતિક પાટીઁ છે લોકોએ મત આપને બદલાવ, ઇમાનદાર અને કામની રાજનીતીના વિશ્વાસથી આપ્યા છે છતા પણ આ કોપોઁરેટર મોવલીયા પોતાની લાલચુ માનસીકતા પર અડગ હતા જેથી તેઓ અન્ય કોપોઁરેટરોને પણ આ બાબતે ભાજપમાં જતા રહીએ ત્યા મારો સંપકઁ છે ત્યા આપણુ સેટીગં થઇ જશે એ બાબતે માટે પ્રેરીત કરી, ભ્રમીત કરી અને સપનાઓ બતાવતા જેથી આ બાબતે પાટીઁ તરફથી વારંવારં સમજાવાના પ્રયાસો કરવામાં પણ આવેલ અને નોટીસ પણ ફટકારવામાં પણ આવેલ.
વધુમાં ગઢવીએ જણાવ્યુ હતુ કે અમે રાજનીતીમાં બદલાવની ભાવનાથી કામ કરી રહ્યા છીએ અટેલ જ્યાં જ્યા પણ ભષ્ટ્રાચાર થતો હશે ત્યા સંપુણઁ નિષ્ઠા અને મજબુતાઇથી વિરોધ કરીશું એ કદાચ અમારી પાટીઁમાં ભષ્ટ્રાચારની વાત હોય કે અન્ય કોઇપણ પાટીઁમાં ભષ્ટાચારની વાત હોય તેમાં ક્યારેય પાછી પાની નહિ કરીએ. સાથે સાથે તેમને જણાવ્યુ હતુ કે AAP છોડી ને ગયેલા તમામ કોપોઁરેટરો પર તમામ રીતે કાયદેસરની કાયઁવાહી કરાશે, રાજ્યપાલ શ્રી નો પણ આ બાબતે સમય માંગવામાં આવ્યો છે તો તેમને પણ આ રજુઆત કરાશે. અને ભાજપમાં દ્વારા આ ધાક, ધમકી, લોભ, લાલચ અને યોનકેન પ્રકારે તોડફોની જે પ્રવૃતી ચાલી રહી છે તેને ગુજરાતની જનાતાના ધર ધર સુધી લઇ જઇ લોકો સમક્ષ ભાજપનો અસલી ચહેરો લાવવાનો પ્રયાસ આમ આદમી પાટીઁનો એક એક કાયઁકતાઁ કરશે અને લોકોને જાગૃત કરી આ લડાઇ મજબુતાઇથી લડાશે.