લતા મંગેશકરની વિદાઈ પર ૨ દિવસનો રાષ્ટ્રીય શોક, સાંજે શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર ; બાળપણથી લઈને સંગીતના સમગ્ર સફરની કહાની… જુઓ તસવીરમાં

તેમને સન્માન આપવા માટે રાષ્ટ્રીય ધ્વજને 2 દિવસ સુધી અડધી કાઠીએ રાખવામાં આવશે

સ્વરકોકિલા અને ભારત રત્ન લતા મંગેશકર નું ૬ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ અવસાન થયું છે. લતા મંગેશકર ૨૮ દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા અને ત્યાર બાદ તેમને બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેન્દ્ર સરકારે લતા મંગેશકરના અવસાન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રવિવારે સાંજના સમયે શિવાજી પાર્ક ખાતે લતા મંગેશકરના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રવિવારે બપોરે ૧૨ વાગ્યાથી ૦૩ વાગ્યા સુધી લતા મંગેશકરના પાર્થિવ શરીરને તેમના પેડર રોડ સ્થિત આવાસ પ્રભુ કુંજમાં રાખવામાં આવશે. ત્યાર બાદ સાંજે ૪:૩૦ કલાકે પાર્થિવ શરીરને શિવાજી પાર્ક લઈ જવામાં આવશે. સાંજે શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે લતા મંગેશકરના અવસાન પર ૨ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમને સન્માન આપવા માટે રાષ્ટ્રીય ધ્વજને ૨ દિવસ સુધી અડધી કાઠીએ રાખવામાં આવશે.

લતા મંગેશકર આજે કોઈ પરિચયના મોહતાજ નથી. તેમને સ્વર કોકિલા કહેવામાં આવે છે. તેમના અવાજની સમગ્ર દુનિયા દિવાની છે. છેલ્લા 6 દાયકાથી લતા મંગેશકર ભારતીય સિનેમાને પોતાનો અવાજ આપી રહ્યા હતા.

શ્રદ્ધા કપૂર અને લતા મંગેશકર સગા છે. અભિનેત્રીના દાદા પંડિત પંઢરીનાથ કોલ્હાપુરે લતા મંગેશકરના પ્રથમ પિતરાઈ ભાઈ હતા.

દિલીપ કુમાર લતા મંગેશકરને પોતાની નાની બહેનની જેમ માનતા હતા. લતા મંગેશકર પણ દિલીપ કુમારને રાખડી બાંધતા હતા.

આ ફોટો વર્ષ 1973નો છે, જ્યારે રાજેશ ખન્નાએ ડીમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યાં હતાં. લતા મંગેશકર પણ ત્યાં ગયાં હતાં.

એવો સમય પણ આવ્યો જ્યારે લતા મંગેશકર અને દિલીપ કુમારે લગભગ 13 વર્ષ સુધી એકબીજા સાથે વાત કરી નહોતી અને આ સિલસિલો 1970 સુધી ચાલ્યો.

લતા જી એ હિંદી ભાષામાં પહેલુ ગીત ‘માતા એક સપૂત કી, દુનિયા બદલ દે તૂ’ અને મરાઠી ફિલ્મ ‘ગાજાભાઉ’ માટે ગીત ગાયુ. જે બાદ તેઓ મુંબઈ ચાલ્યા ગયા.

લતા મંગેશકરના વાળમાં ફૂલો પહેરાવતી એક તસવીર

લતા મંગેશકરે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર એક જૂની તસવીર શેર કરી હતી.

સ્વર કોકિલા લતા મંગેશકર માટે બાલ ઠાકરે પિતા કરતા ઓછા ન હતા. ઠાકરે દરેક મુશ્કેલ સમયમાં લતા સાથે ઉભા જોવા મળ્યા હતા. જોકે બાળાસાહેબ ઠાકરેના ફિલ્મ જગતના ઘણા કલાકારો સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધો હતા, પરંતુ લતાજીને સર્વોચ્ચ સ્થાન આપતા હતા. જ્યારે બાળ ઠાકરેનું અવસાન થયું ત્યારે લતાજીને લાગ્યું કે, તેમના પિતાનો પડછાયો તેમના માથા પરથી ફરી ઊઠી ગયો છે.

9 સપ્ટેમ્બર 1938ના રોજ લતા મંગેશકરએ તેમના પિતા દીનાનાથ મંગેશકર સાથે પ્રથમ ક્લાસિકલ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ 83 વર્ષ પહેલાની વાત છે ત્યારે તેઓ માત્ર 9 વર્ષનાં હતાં.

લતા મંગેશકર માનતાં હતા કે પિતાને કારણે હું આજે સિંગર બની શકી, કારણ કે સંગીત તેમણે જ શીખવાડ્યું હતું. લતા મંગેશકરના પિતાને ઘણા સમય સુધી ખબર નહોતી કે તેમની દીકરી પણ સિંગિંગ કરી શકે છે.

92 વર્ષીય લતા મંગેશકરે 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. 1960થી 2000 સુધી એવી ભાગ્યે જ કોઇ ફિલ્મ હશે જેમાં લતા મંગેશકરનું  એક ગીત નહીં હોય. તે સમયમાં લતાજીનાં અવાજ વગર ફિલ્મ અધૂરી માનવામાં આવતી હતી. તેમનો અવાજ  હોય એટલે ફિલ્મનું ગીત હિટ જશે, તેવી ગેરંટી તે સમયમાં હતી.

લતા મંગેશકર અને મોહમ્મદ રફીના રિલેશન રોચક રહ્યા. સિંગરને સોંગમાં રોયલ્ટી ના મળે તે મામલે લતાએ ધ્યાન આપ્યું અને રફી આની વિરુદ્ધ હતા.

લતાજીના પિતા દીનાનાથ મંગેશકર પ્રખ્યાત સંગીતકાર હતા. પરિવારની તમામ બહેનો અને ભાઈઓ સંગીતના પાઠ લેતા.

વર્ષ 2000 પછી તેમણે ગાવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લે તેમણે 2015માં આવેલી ફિલ્મ ‘ડોન્નો વાય’માં ગાયું હતું.

ભારત રત્ન લતા મંગેશકરના સદાબહાર ગીતો આજે પણ એટલા જ સાંભળવામાં આવે છે જેટલા પહેલા સાંભળ્યા હતા. અલબત્ત, આનું કારણ તેનો ખૂબ જ મધુર અવાજ છે, જેને તે પરિપૂર્ણ કરવા માટે પ્રેક્ટિસ અને સખત મહેનત કરતા હતા. ઘરના વાતાવરણમાં જ સંગીત સર્જાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *