સમગ્ર દેશમાં કોવિડ સંક્રમણ ઘટતા આજથી ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરાશે

સમગ્ર દેશમાં કોવિડ સંક્રમણમાં ઘટાડો નોંધાતા વિવિધ રાજ્યોએ નિયંત્રણો હળવા કર્યા છે.

દિલ્હીની વાત કરીએ તો, દિલ્હીમાં શિક્ષણ સંસ્થાઓ આજથી ખુલશે. પહેલા તબક્કામાં ધોરણ ૯ થી ૧૨ ના વર્ગોમાં શિક્ષણકાર્ય ચાલુ થશે. તો, ઉત્તરપ્રદેશમાં પણ કોવિડ ગાઈડલાઈન્સ મુજબ ફરી શાળા-કૉલેજો શરૂ થશે. કેરળમાં પણ કોરોના સંક્રમણ ઘટતા આજે ૧૦ થી ૧૨ ધોરણના વર્ગો ઓનલાઈન અને ઓફલાઈન ચાલુ થશે. તો ગુજરાતમાં પણ ૧ થી ૯ ધોરણના વર્ગો આજથી ચાલુ થશે. તેની સાથે ઓફલાઈન શિક્ષણ પણ કાર્યરત રહેશે.

દિવસે-દિવસે કોરોના સંક્રમણ ઘટતા સમગ્ર દેશ સહિત રાજ્યોમાં શિક્ષણ કાર્ય ચાલુ કરવામાં આવશે.

કોરોનાને લીધે દેશમાં શિક્ષણકાર્ય મંદ પડી ગયુ હતુ. ત્યારે હવે કોરોના સંક્રમણ ઘટતા વિવિધ રાજ્યોમાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.

કોરોના ગાઈડલાઈન્સ મુજબ શાળા-કોલેજો આજથી શરૂ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *