પાકિસ્તાન દરિયાઈ સુરક્ષા દળો દ્વારા ભારતીય માછીમારોના અપરહરણ કરાયા

પાકિસ્તાન દરિયાઈ સુરક્ષા દળો દ્વારા ભારતીય જળસીમામાંથી ૧૩ માછીમારોના અપરહરણ કરાયા છે.

પાકિસ્તાન દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા અવારનવાર ભારતીય જળસીમામાંથી થતી ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરાયા છે.

શનિવારે આવી જ એક ઘટનામાં ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલી પોરબંદર અને ઓખાની ૨ બોટ તથા ૧૩ માછીમારોના અપરહરણ કરાયા છે.

થોડા દિવસ પૂર્વે જ નવસારીની એક બોટ માંથી ૩ માછીમારોના અપહરણ કરાયા હતા. અપહરણની વધુ એક ઘટના બનતા માછીમાર સુમદાયમાં રોષ ભભુકી ઉઠયો છે.

માછીમાર આગવાને મનિષ લોઠારીના જણાવ્યા મુજબ હાલ ૬૦૦ ભારતીય માછીમાર તથા ૧૨૦૦ ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *