કોરોના મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના ૧૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે પ્રાપ્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કોરોના વેક્સિનેશનનું સુરક્ષા કવચ આપવા સતત કાર્યરત રહેલા આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સને આ સેવા સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશમા ૧૬/૦૧/૨૦૨૧થી કરવામાં આવ્યો હતો.૩૧ /૦૧/૨૦૨૧થી ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું. રાજ્ય સરકારે આ વેક્સિનેશન અભિયાનને ઝૂંબેશના સ્વરૂપમાં ઉપાડીને સ્પેશ્યલ સેશન, શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કેમ્પ, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને નિયર ટુ હોમ સ્ટ્રેટેજી થકી પ્રાયોરિટી ધોરણે વેક્સિનેશન સહિત ‘હર ઘર દસ્તક’ અભિયાનથી રાજ્યભરમાં રસીકરણથી બહુધા લોકો રક્ષિત થઇ જાય તેની સતત કાળજી લીધી હતી.
ગુજરાતમાં ૧૮ વર્ષથી વધુ વયના ૪ કરોડ ૮૭ લાખ ૧૧,૬૮૧ એટલે કે ૯૮.૮ ટકા લાભાર્થીને પહેલો ડોઝ, ૪ કરોડ ૫૯ લાખ ૩૬ હજાર ૪૮૧ એટલે કે પાત્રતા પ્રાપ્ત વયજૂથના ૯૫.૭ ટકાને ૨ ડોઝ આપી દેવાયો છે.જે આ સઘન ઝૂંબેશ અને જનજાગૃતિના પ્રયાસો વેગવંતા બનાવી.
૦૩/૦૧/૨૦૨૨ થી ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરીને પાત્રતા ધરાવતા ૩૫.૫૦ લાખ બાળકોમાંથી ૭૯.9 ટકા એટલે કે ૨૮,૪૪,૪૯૬ને પહેલો ડોઝ અને ૫૨.૨ ટકા એટલે કે ૧૦,૧૦,૨૬૭ને બીજો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ૧૦/૦૧/૨૦૨૨થી શરૂ કરીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડ લાભાર્થીઓને આવરી લઇને ૧૬ લાખ ૨૧,૧૩૮ પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી સમગ્ર રાજ્યમાં ૧૦ કરોડથી વધુ વેક્સિનેશન ડોઝ ૮ મી ફેબ્રુઆરી સુધીમાં આપી દેવાયા છે.
ગુજરાતે ૧૦ કરોડ ડોઝ આપવાની આ સિદ્ધિ મેળવવા સાથે પ્રતિ દસ લાખ ૨ ડોઝના લાભાર્થીએ ૯ ,૯૬ ,૭૨૪ વેક્સિન ડોઝ આપીને આ ક્ષેત્રે પણ દેશના મોટા રાજ્યોમાં અગ્રેસરતા મેળવી છે.
રાજ્યમાં વેક્સિન સ્ટોરેજ માટે ૨,૨૫૦ સ્ટોર, ૨,૫૯૯ આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર ૮૪,૯૩૩ વેક્સિન કેરિયર અને ૪,૦૩૪ કોલ્ડ બોક્સ જેવા કોલ્ડ ચેઇન સાધન સમગ્રી ઉપલબ્ધ છે. નાગરિકોને વેક્સિનેશન કવચથી આવરી લેવા ૧૨,૦૦૦થી વધુ તાલીમબદ્ધ વેક્સિનેટરની સેવાઓ પણ ઉપલબ્ધ છે.