આગામી સમયમાં વિભિન્ન રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટે પ્રચાર અને અન્ય તૈયારીઓ ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે.
મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રાએ જાહેરાત કરી છે કે, મણિપુર વિધાનસભા ચૂંટણીમાં પાંચ વિધાનસભાના મતવિસ્તારોના ૪૮૭ મતદાન કેન્દ્રોનું સંચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા કરાશે. તેમણે કહ્યું કે, આનો ઉદ્દેશ્ય મહિલા મતદાતાઓને મતદાન માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો તથા ચૂંટણીમાં મહિલા – પુરુષોની સમાન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.
મણિપુર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં ૨૭ ફેબ્રુઆરી તથા ૩જી માર્ચે યોજાશે. મતગણતરી ૧૦ માર્ચે હાથ ધરાશે.
પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ગઇકાલે પૂર્ણ થઈ છે. આજે ઉમેદવારીપત્રો ચકાસણી થશે. દરમિયાન બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જે ૧૧ ફેબ્રુઆરી સુધી ચાલશે.