ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે મરચાં અને લીંબુના અથાણાં પ્રસાદના સ્વરૂપમાં આપવાની વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ અકબંધ છે.
વડતાલ મંદિરના સંત વલ્લભ સ્વામી મુજબ ૬૦ વર્ષથી અહીં આવતા ભાવિકોને આથેલા લીંબુ અને મરચાના અથાણા પ્રસાદના રૂપમાં અપાય છે.શિયાળાની સિઝનમાં ભક્તો માટે અપાતા ખાસ પ્રસાદ માટે દરરોજ ૨૦૦ સ્વયંસેવકો લાગેલા હોય છે. જોકે, પ્રસાદની તૈયારી બે મહિના અગાઉ જ શરૂ કરવામાં આવે છે.
આ વર્ષે ૧.૪૭ લાખ કિલો અથાણું તૈયાર કરાયું છે.જેમાં ૯૦ હજાર કિલો મરચા ત્રીસ હજાર કિલો લીંબુ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.