આજથી રાજ્યના માત્ર આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યુ રહેશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.

ગુજરાત રાજ્યના કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે  માત્ર આઠ મહાનગરોમાં આગામી ૧૮/૦૨/૨૦૨૨ સુધી દરરોજ રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે

આઠ મહાનગરો સિવાયના શહેરોમાંથી નાઇટ કર્ફ્યૂ  હટાવવામાં આવ્યો. લગ્ન અને મરણ પ્રસંગમાં નિયંત્રણ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં મહત્તમ ૩૦૦ લોકો હાજરી આપી શકશે. નવી ગાઇડલાઇનમાં ૧૯ નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર, જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.

કોરોનાના કેસ ઘટતા સરકારે આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં બે કલાકનો ઘટાડો કરાયો છે. અગાઉ મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ રાત્રે ૧૦ વાગ્યે શરૂ થતો હતો. મહાનગરો સિવાયના શહેરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક ૫૦% ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.

ધોરણ ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ ક્લાસ ૫૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *