ભારતમાં આંતરરાષ્ટ્રીય આગમન માટે વર્તમાન માર્ગદર્શિકા જાહેર કરી છે. આરોગ્ય મંત્રાલયે વિદેશમાંથી આવતાં મુસાફરો માટે સુધારેલ દિશાનિર્દેશો બહાર પાડ્યા છે. આ દિશાનિર્દેશ આ મહિનાની ૧૪ તારીખથી લાગુ થશે. આ અંગે વધુ માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે નવા દિશા નિર્દેશો અનુસાર યાત્રિકોને ૭ દિવસના સ્થાને ૧૪ દિવસ પોતે જ કવોરન્ટાઈન રહેવું પડશે. તેમણે જણાવ્યું કે ૮મા દિવસે આરટી-પીસીઆરનું પરીક્ષણ કરવું અને તેને એર પોર્ટલ પર અપલોડ કરવાની જરુરિયાતને પણ સમાપ્ત કરવામાં આવી છે.
એરલાઇન્સ ફક્ત એવા મુસાફરોને જ બોર્ડિંગની મંજૂરી આપે છે જેમણે બધી માહિતી ભરી હોય. એર સુવિધા પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મ અને નેગેટિવ RT-PCR ટેસ્ટ અપલોડ કર્યો હોય. કોવિડ -19 રસીકરણ પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પૂર્વ અને આગમન પછીના બંને પરીક્ષણોમાંથી મુક્તિ આપવામાં આવે છે. જો કે, જો આગમન પર અથવા સ્વ-નિરીક્ષણ સમયગાળા દરમિયાન કોવિડ-19 માટે લક્ષણો જણાય તેઓએ પરીક્ષણમાંથી પસાર થવું અને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ સારવાર કરાવવાની રહેશે.