દેશભરમાં સિંગલ નોડલ એજન્સીની પહેલ કરનાર એકમાત્ર રાજ્ય ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ હેલ્થ મિશન અંગેની વિવિધ યોજનાના લાભાર્થીઓને વિના વિલંબે નાણા સહાય પુરા પાડવાની દેશભરમાં પ્રથમ પહેલરૂપ પદ્ધતિનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો.

યોજનાના લાભાર્થીઓને હવે નાણાં સહાય સિંગલ નોડલ એજન્સી એસ એન એ દ્વારા ઝડપી અને સરળતાએ સીધા જ બેંક એકાઉન્ટમાં મળશે. મુખ્યમંત્રીએ આજે ગાંધીનગરમાં SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશનનું નવતર મોડેલનું લોન્ચિંગ કર્યું

દેશભરમાં સિંગલ નોડલ એજન્સી- S.N.A.ની પહેલ કરનાર એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું છે. આ પ્રસંગે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા
સામાન્યત: હાલ જે સહાય લાભાર્થીને અંદાજે ચાર-પાંચ સપ્તાહમાં મળે છે તે એક જ સપ્તાહમાં મળતી થઇ જશે.

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભારત સરકાર રાજ્યને  ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ,આયુષ્યમાન ભારત  હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન તેમજ ૧૫માં નાણાં પંચ એમ  વાર્ષિક  અંદાજે  ૪૦૦૦ કરોડ રૂપિયા વિવિધ આરોગ્ય કાર્યક્રમો-યોજનામાં  સહાય-સહયોગ પુરો પાડે છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *