મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રીક્ષામાં બેસીને વલસાડની રજિસ્ટ્રાર ઑફિસ પહોંચ્યા હતા.
ગુજરાત રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઑફિસ પહોંચ્યા કે તરત જ તેમણે દસ્તાવેજ કરાવવા આવેલા લોકો સાથે મુલાકાત કરી હતી. કેટલાક સવાલો પણ પૂછ્યા. મહેસૂલ મંત્રીએ પૂછ્યુ કે અહીં કોઇ અધિકારીએ કામ કરાવવા માટે તમારી પાસે રુપિયા માંગ્યા?
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જાતે સ્થળ મુલાકાત લેતા વલસાડ રજિસ્ટ્રાર ઑફિસના અધિકારીઓ રીતસર દોડતા થઇ ગયા હતા. મહેસૂલ મંત્રીને આવેલા જોઇને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માત્ર જનતાને જ નહી પરંતુ અધિકારીઓને પણ કેટલાક સવાલો કર્યા. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે ઑફિસમાં કામ માટે આવતા લોકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવે. કામકાજ માટે આવેલા લોકોની યોગ્ય સંભાળ લેવામાં આવે એવું મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.