ચીની એપ પર ફરી એકવાર સાઇબર સર્જિકલ સ્ટ્રાઈક: જુઓ એપ્સ ની યાદી…

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઊભું કરે એવી ૫૪ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે,

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારે એ એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે, જે પહેલાં પણ પ્રતિબંધ કરવામાં આવેલી એપ્સના ક્લોનમાં હતી, એટલે કે આ એપ્સનું નામ બદલીને એને ફરી ભારતમાં રિલોન્ચ કરવામાં આવી છે. એમાંથી મોટા ભાગની એપ્સ આમ તો શંકાસ્પદ સોફ્ટવેર પર કામ કરે છે અથવા એ યુઝર્સની જાણકારી વગર તેમનો ડેટા સીધા ચીન મોકલી રહ્યા છે. આ પ્રમાણેની એપ્સ પર પ્રતિબંધ લગાવવા માટે સરકાર પહેલાં પણ ધણી એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કરી ચૂકી છે.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે તેમની તપાસમાં જોયું છે કે આ દરેક એપ્સ ભારતીય યુઝર્સનો ડેટા ચીન અને અન્ય દેશોને મોકલે છે. આ એપ્સ દ્વારા વિદેશી સર્વર પર પણ યુઝર્સનો ડેટા પહોંચી રહ્યો છે. સરકારે આ એપ્સને ગૂગલના પ્લે સ્ટોર સહિત બાકી પ્લેટફોર્મથી પણ હટાવવાનો આદેશ આપ્યો છે.

પ્રતિબંધિત 54 એપ્સની યાદીમાં Tencent, Alibaba અને ગેમિંગ ફર્મ NetEase જેવી મોટી ચીની કંપનીઓની એપ્સનો સમાવેશ થાય છે અને તેની સાથે Beauty Camera: Sweet Selfie HD, Beauty Camera – Selfie Camera, Equalizer & Bass Booster, CamCard for SalesForce Ent, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji Chess, Onmyoji Arena, AppLock, Dual Space Lite જેવી એપ્સ સામેલ છે.

Garena બેટલ રોયલ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે 54 ચાઈનીઝ એપ્સ સિવાય ભારતમાં ફ્રી ફાયર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે, ફ્રી ફાયર મેક્સ હજુ પણ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. હાલમાં ગરેના દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે સિંગાપોર સ્થિત ગેમિંગ કંપની ગેરેના આ બેટલ રોયલ ગેમ ડેવલપ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *