ભારતના ઈતિહાસના સૌથી ચર્ચિત કૌભાંડમાંથી એક ઘાસચારા કૌભાંડમાં પૂર્વ રેલવેમંત્રી લાલુ યાદવને આજે દોષિત ઠેરવવામાં આવ્યા છે.
સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે લાલુ યાદવને આ કેસમાં દોષિત ઠેરવ્યા છે. ઘાસચારા કૌભાંડનો આ સૌથી છેલ્લો કેસ હતો જેમાં આજે લાલુને સહિત 75 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ડોરંડા ટ્રેઝરી 18મી ફેબ્રુઆરીના રોજ સીબીઆઈની વિશેષ કોર્ટ તમામ આરોપીઓને સજા સંભળાવશે.
આ કેસના અન્ય અગ્રણી આરોપીઓમાં ભૂતપૂર્વ સાંસદ જગદીશ શર્મા, ડૉ. આર.કે. રાણા, બિહારના તત્કાલીન પશુપાલન સચિવ બેક જુલિયસ અને પશુપાલન વિભાગના સહાયક નિયામક કેએમ પ્રસાદનો સમાવેશ થાય છે. આ કેસની સુનાવણી દરમિયાન CBIની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ પક્ષ તરફથી કુલ 575 લોકોએ જુબાની આપી હતી, જ્યારે બચાવ પક્ષ તરફથી 25 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવને ઝારખંડમાં ચારા કૌભાંડના કુલ પાંચ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. ચાર મામલામાં ચુકાદો આપવામાં આવી ચુક્યો છે અને આ તમામ કેસમાં કોર્ટે તેમને દોષિત ઠેરવી સજા સંભળાવી છે. પાંચમો કેસ જેમાં મંગળવારે ચુકાદો આવ્યો છે તે રાંચીના ડોરાન્ડા ખાતે ટ્રેઝરીમાંથી રૂ. 139.5 કરોડની ગેરકાયદેસર ઉપાડ સાથે સંબંધિત છે. વર્ષ 1996માં નોંધાયેલા આ કેસમાં શરૂઆતમાં કુલ 170 લોકો આરોપી હતા. જેમાંથી 55 આરોપીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે સાત આરોપીઓને સીબીઆઈએ સરકારી સાક્ષી બનાવ્યા છે. કોર્ટનો ચુકાદો આવે તે પહેલા જ બંને આરોપીઓએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. છ આરોપીઓ આજદિન સુધી ફરાર છે. બાકીના 99 આરોપીઓ પર ચુકાદો આવવાનો બાકી હતો જે આજે આવ્યો છે.