સંત શિરોમણિ સદ્ગુરુ શ્રી રવિદાસજી ભારતના મહાન આધ્યાત્મિક કવિ અને સમાજ સુધારક હતા. એમની જન્મતિથિ વિશે આ દોહો પ્રચલિત છે.-‘ચૌદહ સે તૈંતીસ કી માધ સુધી પંદરાસ દુખિયો કે કલ્યાણ હિત પ્રગટે શ્રી રવિદાસ સંત રવિદાસની જયંતી આજે શ્રધ્ધા અને ભક્તિભાવથી મનાવવામાં આવી રહી છે.
૧૪મી શતાબ્દીના સંત શ્રી રવિદાસજી ઉત્તરભારતમાં ભક્તિ આંદોલનના સંસ્થાપક હતાં. વારાણસીમાં સંત શ્રી રવિદાસજીનું જન્મસ્થાન છે જ્યાં મંદિરમાં લાખો લોકો જયંતી સમારોહ માં એકત્રીત થયા છે.
ધર્મપ્રચાર અને જ્ઞાાન પ્રચાર કરીને તેમણે પોતાની ફરજ અને કાર્યપૂર્ણ કરી લોકોને સદમાર્ગ બતાવીને કાર્ય પુરૃં કર્યું. પોતાના પ્રયાણના દિવસો નજીક આવતા સંત શ્રી રોહિદાસે ગંગાજીના પવિત્ર કિનારે સમાધિ લીધી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંત શ્રી રવિદાસ જયંતીની પૂર્વસંધ્યા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે સંદેશમાં કહ્યું કે ગુરૂ શ્રી રવિદાસ એક મહાન સંત,કવિ અને સમાજ સુધારક હતાં. તેમણે ભક્તિ ગીતોના માધ્યમથી સામાજીક બુરાઇ દૂર કરવા અને સમાજમાં સદભાવ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુરૂ શ્રી રવિદાસે પરસ્પર પ્રેમ અને સમાનતાની ભાવના નો સંદેશ આપ્યો હતો. સાથે શાંતી અને બંધુત્વનું તેમનું શિક્ષણ અગાઉ કરતા વધુ પ્રાસંગીક છે. તેમણે તેમના અનુયાયીઓને સખત મહેનત પરિશ્રમ અને સહનશીલતાના માર્ગ પર ચાલવા માટે પ્રોત્સાહીત કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંત શ્રી રવિદાસને તેમની જયંતીની પૂર્વ સંધ્યાએ યાદ કર્યા. તેમણે એમ પણ કહ્યું કે તેમને એ વાતનું ગૌરવ છે કે તેમની સરકારના દરેક કદમ અને દરેક યોજનામાં પૂજ્ય શ્રી ગુરૂ શ્રી રવિદાસજીની ભાવનાને સમાહિત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ્સમાં કહ્યું હતું; ‘મહાન સંત ગુરૂ પૂજ્ય શ્રી રવિદાસજીની જન્મજયંતી છે. તેમણે જે પ્રકારે પોતાનું જીવન સમાજમાંથી જાત-પાત અને અસ્પૃશ્યતા જેવી કુપ્રથાઓને સમાપ્ત કરવા માટે સમર્પિત કરી દીધું, તેઓ આજે પણ આપણા માટે પ્રેરણાદાયી છે.”
“આ પ્રસંગે મને સંત શ્રી રવિદાસજીના પવિત્ર સ્થળને લઈને કેટલીક વાતો યાદ આવી રહી છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૯માં મને અહીં માથું ટેકવવાનો અને લંગરમાં કામ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. એક સાંસદ હોવાના નાતે મેં એ નક્કી કરી લીધું હતું કે આ તીર્થસ્થળના વિકાસ કાર્યોમાં કોઈ અભાવ નહીં રહેવા દેવામાં આવે.”
“મને એ જણાવતા ગર્વનો અનુભવ થઈ રહ્યો થે કે અમે અમારી સરકારના દરેક કદમ અને દરેક યોજનામાં પૂજ્ય શ્રી ગુરૂ રવિદાસજીની ભાવનાને સમાહિત કરી છે. એટલું જ નહીં, કાશીમાં તેમની સ્મૃતિમાં નિર્માણકાર્ય પૂરેપૂરી ભવ્યતા સાથે આગળ વધી રહ્યું છે.”