યુક્રેનની સરહદ પરથી સૈનિકો હટાવવાના રશિયાના દાવાને અમેરિકાએ ફગાવ્યો છે અને ખોટો ગણાવ્યો છે. અમેરિકાએ શંકા વ્યક્ત કરી છે કે, મોસ્કોએ યુક્રેન બોર્ડર પર વધુ ૭ હજાર સૈનિકો તૈનાત કરીને પોતાની હાજરીને મજબુત કરી છે.
ગઈકાલે રશિયન સરકારે કહ્યું હતું કે “યુક્રેન સરહદ પરથી અમે સૈનિકો પરત બોલાવી રહ્યા છીએ” પરંતુ અમેરિકાએ રશિયાના આ દાવાને ખોટો ગણાવતાં કહ્યું કે, પત્રકારોને કોઈ પણ પુરાવાઓ આપ્યા સિવાય રશિયાએ આ નિવેદન આપ્યું હતું. અમેરિકાના વરિષ્ઠ વહીવટી અધિકારીએ કહ્યું કે, રશિયાએ જાહેરમાં મુત્સદ્દીગીરીમાં જોડાવાનો દાવો કર્યો છે અને યુદ્ધ માટે ખાનગી રીતે એકત્રીકરણ કરતી વખતે ડી-એસ્કેલેશનનો દાવો કર્યો છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, તેના દળો યુક્રેન નજીક કવાયત પછી પાછા ખેંચી રહ્યા હતા અને વિડિયો પ્રકાશિત કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, દળો ક્રિમીયન દ્વીપકલ્પ છોડી રહ્યા છે.
મંગળવારે, યુએસ પ્રમુખ જો બાઈડેને જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સનો અંદાજ છે કે, ૧,૫૦,૦૦૦ રશિયન સૈનિકોએ યુક્રેનને ઘેરી લીધું છે, જે અગાઉના આશરે ૧,૦૦,૦૦૦ સૈનિકોના અંદાજ કરતાં વધુ છે.
વરિષ્ઠ વહીવટી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, રશિયા યુક્રેન પર કરેલા આક્રમણને ન્યાયી ઠેરવવા માટે ખોટા બહાનાઓ બતાવવાનું શરુ કરી શકે છે.