ગુજરાતી ભાષાને પ્રાધાન્ય : જાહેર સ્થળો પર સરકારી સૂચના, માહિતી કે નામ-નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં રાખવા પરિપત્ર જાહેર કરાયો

21 ફેબ્રુઆરી – વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વે ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકારે મોટો અને આવકારદાયક નિર્ણય લીધો છે. રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે પરિપત્રમાં જણાવાયુ છે કે, સરકારી સૂચના, માહિતી કે નામ-નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં રાખવામાં આવે.

સરકારી વિભાગો, સાર્વજનિક સ્થળો અને ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો જેવા કે હોટલ, સિનેમાઘરો, શાળા-કૉલેજ, સુપર માર્કેટ, શૉપિંગ મોલ્સ, હૉસ્પિટલ, બેન્ક, વાંચનાલય, બગીચાઓ વગેરે જગ્યાએ ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત રહેશે.

આ પરિપત્રને લઈને મહત્વની અને મુખ્ય બાબત તે છે કે, પ્રથમ તબક્કામાં ફક્ત રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં આ પરિપત્ર અમલી રહેશે. યુવા અને સાંસ્કૃતિક વિભાગે આ અંગેનો ઠરાવ કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *