૭૬૨ કરોડ રૂપિયાના બોગસ બિલીંગ કેસનો આરોપી, ભાવનગરની કંપનીનો ડાયરેક્ટર નિલેશ નટુભાઈ પટેલ જીએસટી ટીમની કારને ટક્કર મારી પલાયન થઈ ગયો હતો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં ન્યૂયોર્ક ટાવરથી માણેક બાગ સુધીની કાર ચેઝ પછી માણેક બાગ સિગ્નલ પર નિલેશ પટેલને કારથી બ્લોક કરાયો હતો.
જીએસટી ટીમની કારને પોતાની કારની ટક્કર મારી નિલેશ પટેલ પલાયન થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. બોગસ બિલીંગના આરોપીની કારે ટક્કર મારતા જીએસટી અિધકારી, કર્મચારીને ઈજા પહોંચી હતી.
આશ્રમ રોડ પર કાર્યરત વેરા કમિશનર કચેરીમાં કાર્યરત અિધકારી પ્રવિણભાઈ ડામોરે ભાવનગરના નિલેશ નટુભાઈ પટેલ સામે જીએસટી ટીમની ખાનગી કારને તા. ૧૯ના ટક્કર મારી ફરજમાં રૂકાવટ કરી કારને ટક્કર મારી મુંઢ મારની ઈજા પહોંચાડવા અંગે એલીસબ્રિજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે, ભાવનગરના પટેલ પાર્કની પાછળ રહેતા નીલેશ નટુભાઈ પટેલ માધવ કોપર લિમિટેડના ડાયરેક્ટર છે. જીએસટી કાયદા અન્વયે ૭૬૨ કરોડ રૂપિયાના બોગસ બિલીંગ કૌભાંડમાં આરોપી સામે કાર્યવાહી કરવાની થાય છે. ૭૬૨ કરોડના બોગસ બિલીંગ કૌભાંડમાં આરોપીએ આગોતરા જામીન મેળવવા કાર્યવાહી કરતા સુપ્રિમ કોર્ટે તા. ૧૮ ફેબુ્રઆરી સુધી ધરપકડ નહીં કરવા જણાવ્યું હતું.
આ અવિધ પૂર્ણ થતાં તા. ૧૯ના રોજ ફરજ દરમિયાન માહિતી મળી હતી કે, આરોપી નિલેશ નટુભાઈ પટેલ થલતેજ ન્યૂયોર્ક ટાવર પાસે છે. એક ખાનગી કાર અને બીજી બે સરકારી કારમાં જીએસટીની ટીમ પહોંચી ગઈ હતી. નિલેશ પટેલને જોતાં જ તેને રોકાઈ જવા માટે કહ્યું હતું.
પરંતુ, નિલેશ પટેલ પોતાની ઈનોવા કાર લઈને ભાગતાં જીએસટી ટીમે કારમાં જ પીછો કર્યો હતો. થલતેજથી સહજાનંદ કોલેજ સુધીના રસ્તા પર પીછો કર્યો હતો. સહજાનંદ કોલેજના રસ્તા ઉપર નિલેશ પટેલે કાર અટકાવી હતી. પ્રવિણભાઈ ડીમોરે કાચ ખોલવા કહેતાં તેને ઓળખ આપી બહાર આવવા કહ્યું હતું. કારનો કાચ બંધ કરીને નિલેશ પટેલે કાર ભગાવી હતી.
સાંજે સાત વાગ્યાના અરસામાં માણેક બાજ ચાર રસ્તા પર સિગ્નલ બંધ હોવાથી નિલેશ પટેલે કાર અટકાવી હતી. જીએસટી કર્મચારી મયૂર પટેલ કારમાંથી ઉતરીને ગયા હતા. સિગ્નલ ખૂલતાં આગળ ઉભેલી કારને કાર નહીં ચલાવવા વિનંતી કરાઈ હતી. નીલેશ પટેલ વચ્ચે અટવાઈ જતાં પોતાની કાર રિવર્સમાં ભગાવીને જીએસટી કર્મચારી બેઠાં હતાં તે કારને ટક્કર મારી હતી.
ફરિયાદી પ્રવિણભાઈ ડામોર અને અિધકારીના માથા અફળાયા હતા. આ રીતે કારને આૃથડાવીને નિલેશ પટેલ ત્યાંથી નાસી છૂટયો હતો. શોધખોળ કરવા છતાં નિલેશ નટુભાઈ પટેલ મળ્યો નહોતો. આખરે, એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જીએસટી ટીમે નિલેશ નટુભાઈ પટેલ સામે ફરજમાં રૂકાવટ, અિધકારીને મુંઢ ઈજા પહોંચાડવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.