દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૩,૪૦૫ કેસ નોંધાયા છે.
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૨૩૫ દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૪,૨૨૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
અત્યાર સુધી દેશમાં કુલ ૪,૨૧,૫૮,૫૧૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ ૧,૮૧,૦૭૫ છે. દેશભરમાં ૨૪ કલાકમાં ૩૫,૫૦,૮૬૮ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે અને અત્યાર સુધી દેશમાં કોરોનાનું રસીકરણ ૧૭૫.૮૩ કરોડથી વધુને પાર થયું છે.
દેશમાં ૨૪ કલાકમાં૧૦,૮૪,૨૪૭ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી દેશભરમાં ૭૬,૧૨,૩૦,૫૮૦ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કોરોનાનો દૈનિક પોઝિટિવીટી રેટ ૧.૨૪% છે અને સાપ્તાહિક પોઝિટિવીટી રેટ ૧.૯૮% છે.