રોજની ૧૦૦૦ હજાર ફ્લાઇટની અવરજવર સાથે મુંબઇ એરપોર્ટ વધુ વ્યસ્ત

કોવિડના કેસ ઘટતા જાય છે તે સાથે એર ટ્રાવેલ સેક્ટર વેગ પકડતું જાય છે અને મુંબઇ એર ટ્રાફિક કન્ટ્રોલ હાલમાં ૨૪ કલાકમાં વિમાનોની લગભગ ૭૦૦ અવરજવરનું એરાઇવલ અને ડીપાર્ચર સંચાલન કરે છે. આમાં મોટા ભાગની ફ્લાઇસ ડોમેસ્ટિક હોય છે.

હવે, ઇન્ટરનેશનલ શીડયુલ્ડ એરલાઇન ફ્લાઇટસ ફરીથી શરૃ થાય તે સાથે આગામી મહિનાઓમાં સિંગલ રનવે ધરાવતા મુંબઇ એરપોર્ટ પરથી નિયમીત ધોરણે રોજની એક હજારથી અધિક ફ્લાઇટોની અવરજવર થવાની શક્યતા છે એમ એવિએશન ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

૨૦૧૮માં કેટલાક દિવસોએ મુંબઇ એરપોર્ટે રોજની એક હજારથી અધિક ફ્લાઇટોનું સંચાલન કર્યું હતું. એક જ રનવે હોય અને આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટોની અવરજવર થાય તે પણ એક પ્રકારનો વિક્રમ છે. આ વર્ષે રોજ ૯૫૦થી ૯૮૦ ફ્લાઇટોની અવરજવર સાથે મુંબઇ એરપોર્ટ વિશ્વમાં લંડનના ગેટવિક એરપોર્ટ પછી બીજા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ રહ્યું હતું.

જેટ એરવેઝે ૨૦૧૯ના એપ્રિલમાં તેની ફ્લાઇટો રદ કરવી પડી ન હોત તો એર ટ્રાફિકનો વધારો થતો રહ્યો હોત. ૨૦૨૦માં મુંબઇ એરપોર્ટનો ટ્રાફિક પહેલાં જેટલો થવાની ધારણા હતી. પણ કોવિડ મહામારી આવી પડતાં મુંબઇ ખાતેના એર ટ્રાવેલના અચાનક જ વળતાં પાણી થયા હતાં.

કોવિડની ત્રીજી લહેર ઓસરી રહી હોવા સાથે ફરીથી એર ટ્રાફિક વધી રહ્યો છે. હાલમાં મુંબઇના એરપોર્ટના મુખ્ય રનવેની જાહેર કરાયેલી ક્ષમતા કલાકની ૪૬  ફ્લાઇટોની અવરજવરની છે. પણ ૨૦૧૮મનાં ધસારાના સમયે કલાકની ૫૦થી વધુ ફ્લાઇટોની અવરજવર રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *