Ukraine – Russia War: મંત્રણા નિષ્ફળ, નાટો સક્રિય થતા યુદ્ધ વધવાની શક્યતા

યુક્રેન અને રશિયા વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં યુદ્ધ વકરવાની શક્યતા છે. તેની સાથે નાટો પણ સક્રિય થઈ ગયું છે. યુક્રેનના રશિયા સાથેના યુદ્ધમાં મોડે-મોડેથી જાગેલા નાટોએ સક્રિયતા દાખવવા લાગતા યુક્રેનને શસ્ત્રોનો પુરવઠો પહોંચાડવા માંડયો છે. તેના પગલે રશિયા સામે જીવ પર આવીને લડતા યુક્રેનના લશ્કરના જીવ આવ્યો છે.

પણ નાટો સક્રિય થતાં પુતિન આક્રમક થયા છે અને તેમણે રશિયાની ન્યુક્લિયર ફોર્સને હાઇ એલર્ટ પર રાખી છે. આના પગલે ત્રીજા વિશ્વયુદ્ધનો તખ્તો તૈયાર થઈ ગયો છે. આ ઉપરાંત રશિયાનું સાથીદાર બેલારૂસ ગમે ત્યારે ઉતરી શકે તેમ મનાય છે. આ સંજોગોમાં નાટો દેશો પણ મેદાનમાં ઉતરી શકે છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડીમીર પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટ જણાવી દીધું છે કે યુક્રેનની સાથે સમાધાન ત્યારે જ શક્ય છે જ્યારે રશિયાના સુરક્ષા હિતોને સશર્ત માનવામાં આવે. સોમવારે સાંજે પુતિન અને મેક્રો વચ્ચે  દોઢ કલાક વાતચીત ચાલી હતી.

આ દરમિયાન યુક્રેનને છોડવાના સંદર્ભમાં રશિયાએ પોતાની ત્રણ શરત રાખી છે. રશિયાની ત્રણ શરતોમાં સામેલ છે ક્રીમિયા પર રશિયાના સાર્વભૌમત્વને માન્યતા, યુક્રેનનું ડીમિલિટરાઇઝેશન કરવું અને ડીમોનેટાઇઝેશન કરવું તથા તેની સાથે યુક્રેનની તટસૃથતા નક્કી કરવી. તેમણે રશિયા પર લગાવેલા પ્રતિબંધોના પગલે પશ્ચિમને જુઠાઓનું સામ્રાજ્ય ગણાવ્યું હતું.

અમેરિકાએ બેલારૂસ અને રશિયામાંથી તેના રાજદૂતાવાસના કર્મચારીઓને સ્વેચ્છાએ પરત આવવા જણાવી દીધું છે. અમેરિકન પ્રમુખ બાઇડેન પહેલા જ કહી ચૂક્યા છે કે પુતિનની ધમકીઓ સામે ત્રીજા વિશ્વયુદ્ધ સિવાય કોઈ આરો નથી.

પરમાણુ યુદ્ધની ધમકી વચ્ચે યુક્રેન અને રશિયા વચ્ચે બેલારૂસમાં શાંતિ મંત્રણા યોજાઈ હતી. જો કે બંને દેશોના અિધકારીઓનું કહેવું હતું કે હવે સંબંધો તે સ્તરે પહોંચી ગયા છે કે મંત્રણાથી કશું વળવાનું નથી. આ મંત્રણામાં યુક્રેને માંગ કરી હતી કે રશિયન લશ્કર બધુ છોડીને તેની સરહદમાં પાછું જતું રહે. સ્વાભાવિક રીતે આ માંગ રશિયા સ્વીકારવાનું નથી.

આટલું ઓછું હોય તેમ યુક્રેનને મળવા માંડેલી લશ્કરી મદદના લીધે તેનું સૈન્ય રશિયાનો જબરજસ્ત પ્રતિકાર કરી રહ્યું છે. તેના લીધે રશિયાએ યુક્રેનને જેટલા સમયમાં કબ્જે કરવાની આશા રાખી હતી તે પૂરી આવી નથી.

યુદ્ધના પાંચ દિવસ થવા છતાં પણ રશિયાનું લશ્કર હજી સુધી કીવ કબ્જે કરી શક્યું નથી. રશિયાએ યુક્રેનના લશ્કર તરફથી અકલ્પનીય પ્રતિકારનો સામનો કરવો પડી રહ્યું છે. તેમા પણ રશિયાના લશ્કર માટે શહેરો કબ્જે કરવા અત્યંત અઘરા સાબિત થઈ રહ્યા છે. હાલમાં ખાર્કિવ શહેરમાં રસ્તા પર રશિયા અને યુક્રેનના સૈનિકો વચ્ચે હાથોહાથની લડાઈ ચાલી રહી છે.

યુક્રેનના પાંચ લાખ નાગરિકો દેશ છોડીને હાલમાં યુરોપમાં આશ્રય લઈ રહ્યા છે. આમ યુક્રેન બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી નિરાશ્રિત કટોકટી તરફ આગળ ધપી રહ્યું છે. હજી તો યુદ્ધને પહેલું અઠવાડિયું પણ પૂરૂ થયું નથી ત્યારે આ સિૃથતિ છે.

રશિયાએ યુક્રેનના કીવ શહેર ફરતે ઘેરો નાખ્યો છે. તેણે યુક્રેનના નાગરિકોને શહેરમાંથી સલામત નીકળી જવાની ઓફર કરી છે. પણ શહેરના મેયરને ચિંતા છે કે 30 લાખ નાગરિકોને કાઢવા કેવી રીતે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *