યુક્રેનમાં ચાલી રહેલી વર્તમાન પરિસ્થિતિ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ વાર્તા યોજી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવા ઓપરેશન ગંગા ચાલી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધી ૬ વિમાનો યુક્રેનથી ભારત આવ્યા છે.
બુખારેસ્ટથી ૪ અને બુડાપેસ્ટથી ૨ વિમાન આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૯૬ ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુક્રેન-રશિયા મામલે જમીની હકીકત હજુ પણ જટિલ છે. પોલિશ બોર્ડર ખાતે ફસાયેલા ભારતીયો માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રોમાનિયા બોર્ડેર થી પણ ભારતીયોને બહાર કાઢવાનું કામ ચાલુ છે.
જનરલ વી.કે સિહ સ્થળાંતર વ્યવસ્થાપન માટે પોલેન્ડ જશે,
હરદીપ સિહ પૂરી હંગેરી જશે
જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવામાં સ્થળાંતર વ્યવસ્થાપનનું ધ્યાન રાખશે
કિરણ રિજિજુ સ્લોવાકિયા જશે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતે એડવાઇઝરી જાહેર કર્યા બાદ ૮,૦૦૦ ભારતીયોએ યુક્રેન છોડ્યું હતું.