યુક્રેનના ઓખ્તિરકામાં રશિયાની સેનાએ મિલિટ્રી બેસ પર મોટો હુમલો કર્યો છે. રશિયન સેનાના હુમલામાં ૭૦ યુક્રેની સૈનિકોના મોત થયા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે જંગ હવે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ચૂકી છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બ વરસાવી રહી છે જ્યારે ખારકિવમાં ભારે સંઘર્ષ ચાલુ છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે આગામી ૨૪ કલાક યુક્રેન માટે કપરા છે.
રિપોર્ટ્સ મુજબ રશિયાના હુમલામાં યુક્રેનના ૩૫૨ સામાન્ય નાગરિકોના મોત થયા છે. જેમાં ૧૪ બાળકો પણ સામેલ છે.
રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવને ચારેબાજુથી ઘેરી લીધી છે. હવે કિવ પર કબજાની ફાઈનલ જંગ શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે રશિયન સેનાએ કિવમાં ઘરો પર બોમ્બ વરસાવ્યા છે. કહેવાય છે કે યુક્રેનના ઓખ્તિરકા સૈન્ય બેસ પર રશિયાની સેનાનો મોટો હુમલો થયો છે. આ હુમલામાં ૭૦ થી વધુ યુક્રેની સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
યુક્રેનના નાગરિકોએ રશિયન સેના પર જવાબી હુમલો કર્યો છે. રશિયાની સેનાની ટેંક પર પેટ્રોલ બોમ્બ પર હુમલો કર્યો છે.
રશિયન સેનાના હુમલા સતત ચાલુ છે. આ બધા વચ્ચે યુક્રેનના ખારકિવમાં જોરદાર ધડાકો થયો છે. ધડાકાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.