લીંબડીના રાજવી પરિવારના પેલેસમાંથી ૫૬ કિલો ચાંદીની ૪૫ એન્ટિક વસ્તુઓ ચોરાઇ

લીંબડી રેલવે સ્ટેશન રોડ ઉપર આવાલે રાજવી પરિવારના દિગ ભુવન પેલેસમાં તસ્કરો બારીની લોખંડની ગ્રીલ તોડી ૬૧ વર્ષ પહેલાની ૫૬ કિલો ચાંદીની ૪૫ જેટલી એન્ટિક વસ્તુઓની ચોરી કરી જતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી છે,

લીંબડીના દિગ ભુવન પેલેસમાં રહેતાં જયદીપસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે પેલેસમાં બીજા માળની બારીઓ બંધ રહેતી હોય છે. ત્યારે સફાઈ કામ કરતી મહિલાએ બીજા માળની બારી ખુલ્લી જોતાં તેમણે જાણ કરી હતી. જેથી પેલેસમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ચોરી થઈ છે.

રજવાડાં વખતની બારી તોડવામાં કોઈ તિક્ષ્ણ હથિયાર વડે તોડવામાં આવી હોવામાં આવી હોય તેવું પ્રાથમિક રીતે ફલિત થયું છે. આ પેલેસમાં ચોરીનો બનાવ ક્યારે બન્યો તે હજુ બહાર આવ્યું નથી.ચોરાયેલી વસ્તુઓ વર્ષ ૧૯૬૦માં લીંબડીના સ્ટેટ જયદીપસિંહજી બાપુના જેસલમેર રાજસ્થાન ખાતે રહેતાં તેઓનાં નાનાએ જયદીપસિંહજીના મમ્મીને કરિયાવરમાં આપી હતી.

બીજા માળનાં સ્ટોર રૂમમાં ચેક કરતાં શુધ્ધ ચાંદીની ચીજ વસ્તુઓની ઉઠાંતરી થઈ હતી. જેમાં ફુલદાની નં. ૧ વજન ૧૦૦ ગ્રામ, ચુસકી નં. ૧ વજન ૫૦૦ ગ્રામ, જારી નં. ૧ વજન ૩ કિલો, મોટી ચાંદીની ટ્રે નં. ૧ વજન ૨ કિલો, પ્યાલા સરવિંગ છ મોટા એક નાનો નં. ૭ વજન ૫ કિલો, કટોરી નં.૫ વજન ૧ કિલો, કોફી સેટ નં. ચાર વજન ૩ કિલો, પલંગના ચાર પાયા,  નકશી કામ વાળી ટ્રે વજન ૨ કિલો, તાસળી વજન ૭૦૦ ગ્રામ, ચાંદીની ૧૨ ચમચી વજન ૬૦૦ ગ્રામ, ચાંદીની આરતી ૧ કિલો, જસવંતસિંહજી બાપુની પગની પાદુકા સહિતની ચાંદીની અંદાજે ૪૫ જેવી ચીજવસ્તુઓ હતી અને તેનું વજન કુલ. ૫૬ કિલો થાય છે.

ફરિયાદના આધારે લીંબડી પીએસઆઈ વી.એન.ચૌધરી એ ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કવોડ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *