યુક્રેન સંકટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીએકવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે પુતિન સાથે ચર્ચા કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સહયોગ કરવા ખાતરી આપી હતી.
આ પહેલા પ્રધાનમંત્રીએ ૨૪ ફેબ્રુઆરીના રોજ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. જેમાં બન્ને દેશો વાતચીતથી ઉકેલ લાવવા અને હિંસા સમાપ્ત કરવા માટે અપીલ કરી હતી.