યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારનું ઓપરેશન ગંગા અભિયાન વધુ વેગવંતુ બન્યુ છે.
આજે પોલેન્ડથી ૨૦૮ ભારતીયોને લઈને વાયુસેનાનું ત્રીજુ વિમાન દિલ્હી હિંડન એરબેઝ પર પહોંચ્યુ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ભટ્ટે પરત ફરેલા ભારતીયોનું સ્વાગત કર્યુ હતુ. પરત પહોંચેલા ભારતીયોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ભારત સરકારનો આભાર માની રહ્યા છે.
ભારત સરકારે ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ, રોમાનીયા, બુખારેસ્ટ, સ્લોવાકિયા થઈને પરત લાવવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓને આ દેશોમાં વિશેષ દૂત તરીકે મોકલી ખાસ જવાબદારી સોંપી છે. કોઈ પણ ભારતીયને તકલીફ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
ગઈકાલે વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્ચુ હતુ કે, અત્યાર સુધીમાં 3,352 ભારતીયોને યુક્રેનથી પરત લાવવામાં આવ્યા છે. જ્યારે ૧૭ હજાર ભારતીયો યુક્રેન છોડી ચૂક્યા છે.