ભારતીય શેરમાર્કેટમાં ગુરૂવારના શરૂઆતી સત્રમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી હતી. યુએસ બજારના જોરે બેંચમાર્ક ઈન્ડાયસિસ ૧%થી વધુના ઉછાળા સાથે ખુલ્યાં હતા. જોકે શરૂઆતી કલાકમાં જ સમગ્ર તેજી ધોવાઈ હતી.
સેન્સેકસે ગઈકાલના બંધ 55,468ની સામે આજે ૫૫,૯૨૧ના લેવલે ખુલીને ૫૫,૯૯૬ સુધી ઉંચકાયો હતો. ૧૦.૩૦ કલાકે ૩૦ શેરોનો આ બેંચમાર્ક ઈન્ડેકસ ૪૫ અંક જ ઉપર ૫૫,૫૧૫ના સ્તરે કામકાજ કરી રહ્યો છે.
નિફટી ૫૦ ઈન્ડેકસ પણ ૧૬ અંક વધીને ૧૬,૬૨૨ના લેવલે કામકાજ કરી રહ્યું છે જે સવારે ૧૬,૭૨૩ પર ખુલીને ૧૬,૭૬૮ સુધી ઉંચકાયું હતુ.
આજે બજારમાં દબાણ બેંકો તરફથી સર્જાઈ રહ્યું છે. બેંક નિફટી ઈન્ડેકસ ૨૨૦ અંક, ૦.૬૫%ના ઘટાડે ૩૫,૧૫૫ પર ટ્રેડ કરી રહ્યો છે. આજના ટોપ ૫ વેઈટ લુઝર્સમાં ૩ ટોચની ખાનગી બેંકો શામેલ છે. ટોપ ૫ ગેનર્સમાં ૪ શેર આઈટી સેગમેન્ટના છે.