૧૦૦ વર્ષ બાદ પ્રથમ વખત રાજયમાં જમીન ની માંપણી માટે રીસર્વે ની કામગીરી રાજયભરમાં થઈ છે. જે માટે જામનગર માં પાયલોટ પ્રોજેકટ તરીકેની કામગીરી ૨૦૦૯થી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરી યોગ્ય રીતે ના થતા વ્યાપક ફરીયાદો ઉઠી છે અને જમીન પ્રમોલગેશન રદ કરવા માટે ખેડૂતો, સંરપચો, ખેડૂત, સંગઠનો, કોંગ્રેસ અને શાસક પક્ષના નેતાઓએ પણ રજૂઆતો કરી છે.
કારણે ખેડૂતો દ્વારા આ માટે પોતાની જમીન માટે વાંધા અરજી આપવામાં આવી છે. જેમાં માટે ખેડુતો સરકારી કચેરીના આટાફેરા કરવા માટે મજબુર બન્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલી રીસર્વેની કામગીરી અનેક ભુલભરેલી, ખામીવારી અને ક્ષતિવારી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. ત્યારે રીસર્વે બાદ જમીનના માલિકો મંઝુવણમાં મુકાયા છે. અને પોતાની મુળ જમીન મેળવવા સરકાર દફતરોમાં દોડધામ કરી રહ્યા છે.
સરકારી યોજનાથી ખેડૂતોને ફાયદો થતો હોય છે. પરંતુ જમીન રીસર્વે અને પ્રમોગ્રેશનની પ્રક્રિયા થતા ખેડુતોની મુશકેલી વધી છે. ૨૦૦૯થી જમીન રીસર્વેની કામગીરી જીલ્લામાં શરૂ કરવામાં આવી હતી. બાદ પ્રમોગ્રેશન કરવામાં આવ્યુ. આ માટે ખાનગી એજન્સીને કરોડો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જે પાયલોટ પ્રોજેકટ તરીકે જામનગરની પસંદગી થઈ હતી. જેમાં અનેક ગોળાટાઓ સામે આવ્યા બાદ કે અન્ય જીલ્લામાં આ કામગીરી કરવામાં આવી હતી. આ રીતે અનેક જીલ્લાના ખેડૂતો પરેશાન થાય છે. સરકારી એજન્સીની ભુલના કારણે ખેડૂતોએ પોતાના કબજામાં રહેલી પોતાની માલિકીની જમીનનો સરકારી રેકોર્ડ પરથી માલિકી હક ગુમાવી ચુક્યા છે.
સર્વેની કામગીરી બાદ પર્મોગ્રેશન અમલી થતા વ્યાપક ફરીયાદો ઉઠી છે. અગાઉ જે ખાતેદારોની જમીન હતી તેમાં વધઘટ જોવા મળે છે. જયારે લોકો કામગીરી માટે 7-12ના દાખલા કાઢે તો માલુમ પડે છે અને પોતાની મુળ જમીનનો ઉલ્લેખ નથી. કે ઓછી કે અન્ય કોઈ ભુલ કે ખામી છે. કોઈને જમીન ઓછી તો એક માલિકની બે સર્વે નંબર આપવામાં આવ્યા છે. તો કોઈને અન્ય જગ્યાએ જમીન દર્શવવામાં આવ્યા છે. જેના કારણે જમીન માલિકો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના ખાતેદારો વારંવાર જીલ્લા મથકની કચેરીએ ધકકા ખાઈને પોતાની જમીન કોયડો ઉકેલવા માટે મથામણ કરે છે. ખેડૂતોને જમીન વેચાણ કરવી હોય તો મુશ્કેલી થાય છે. વર્ષોથી કચેરીમાં વાંધાઓ ધુળ ખાય છે. વાંધા અરજીનો નિકાલ ના આવતા ખેડૂતો પોતાની માલિકીની જમીન વેચાણ કરી શકતો નથી.
જીલ્લામાં ૫૦૪૩૨ જેટલી વાંધા અરજીઓ આવી છે. જે ૨૦૧૪થી હાલ સુધીમાં તેમાંથી ૩૭૫૦૯ જેટલી અરજીનો સરકારી રેકોર્ડ પર નિકાલ થયુ હોવાનુ દર્શાવ્યુ છે. જયારે હજુ પણ ૧૨૯૨૩ જેટલી અરજીઓ નિકાલ થયેલ નથી. ખેડૂતોને પોતાની જમીન અંગે થયેલા ગોટાળાની જાણ થયા બાદ ફરીયાદ કરી રહ્યા છે. દિવસે-દિવસે ફરીયાદો વધી રહી છે. પરંતુ નિકાલની પ્રક્રિયા ધીમી ચાલે છે.