જામનગર: ૩૦૦ એકર માં બનશે દુનિયા નું સૌથી મોટુ “ઝૂ” ; જાણો વિશેષતાઓ…

ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટુ ઝૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બનાવવાની દિશામાં કામગીરી હવે પુરજોશમાં ચાલશે. જો કે કોવિડ-૧૯ના કારણે ઉદભવેલી સ્થિતિને કારણે હવે આ પ્રોજેકટ તેની ટાઇમલાઇનમાં દોઢેક વર્ષ જેટલો મોડો ચાલી રહ્યો છે. હવે પરિસ્થિતિ થાળે પડતાં આ પ્રોજેકટ આગામી દોઢ વર્ષ એટલે કે ૨૦૨૩ના અંત સુધીમાં પૂર્ણ થશે.

સિંગાપોરની તર્જ પર ગુજરાતના જામનગરમાં વિશાળ એવુ આ ઝૂ સિંગાપોર બાદ કોઇ ખાનગી કંપનીએ વિકસાવેલું એશિયાનું બીજુ ઝૂ હશે.

જામનગરમાં 300 એકરમાં બની રહેલા ઝૂનો પ્લાન

કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોની પરવાનગી મળ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૮૦ થી ૩૦૦ એકરમાં દુનિયાનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનાવી રહી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર, કોરોના મહામારીના કારણે આ પરિયોજનાને શરૂ કરવામાં મોડુ થયુ છે,

આ ઝૂને ગ્રીન્સ ઝૂલૉજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ તરીકે ઓળખવામાં આવશે.

રિલાયન્સ દ્વારા તેની સામાજીક જવાબદારીના ભાગરુપે વાઇલ્ડ લાઇફ સંવર્ધનની ભાવનાને પગલે આ આખોય પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યો છે. સિંગાપોરની જેમ બીજુ પ્રાઇવેટ ઝૂ બનાવવાના પ્રૉજેક્ટ પર કામ શરૂ કરી દીધુ છે. આ દુનિયાનુ સૌથી મોટુ ઝૂ હશે. સિંગાપુરમાં બનેલા ઝૂથી વધુ મોટુ ઝૂ ભારતમાં હશે. જે લગભગ ૩૦૦ એકરમાં બનશે.

કોવિડની સ્થિતિને પગલે દોઢ વર્ષ કામગરી અટકી ગઇ હતી, અને હવે આ પ્રોજેકટ પૂરો થતાં વધુ દોઢેક વર્ષનો સમય લાગશે.

ગ્રીન ઝુઓલોજીકલ ,રેસ્કયુ અને રીહેબીલીટેશન કિંગડમ હશે જેમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ મંજૂરીઓ અને દેખરેખ -નિયમ પાલન સાથે કામગીરી કરાશે. ફોરેસ્ટ વિભાગ હેઠળ જ તમામ કામગીરી થશે.

રિલાયન્સ જામનગરમાં જે વિશ્વનું મોટુ ઝૂ બનવા જય રહ્યું છે તેનો આખોય પ્રોજેકટ રિલાયન્સના ચેરમેન મુકેશ અઁબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી સંભાળશે .

સિગાપોરનું ઝૂ વર્ષ ૧૯૭૩માં બન્યુ હતુ અને આ ઝૂને તેની બનાવટ , સાચવણી અને વિવિધ પ્રાણી પક્ષીની પ્રજાતિની હાજરી, નાઇટ સફારી, રીવર સફારીના કારણે વિશ્વભરમાં જાણીતું છે. આ ઝૂમાં દુનિયાભરના પશુ અને પંખીઓ રાખવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા પાછળ પણ યોગ્ય પ્રમાણમાં જરૂરી ખર્ચો કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *