નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં વર્ષ ૨૦૨૨-૨૦૨૩નુ અંદાજપત્ર રજૂ કરવા જઈ રહ્યા છે. આજે વિધાનસભા ખાતે આવી પહોંચેલા નાણામંત્રીએ બજેટ ભાષણ માટે લવાતી રેગ્યુલર બેગની જગ્યાએ લાલ રંગનું ખાસ પ્રકારનું બોકસ લઈને આવ્યા હતા.
લાલ બોકસ ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારળી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલી છે. સાથે ભારતના રાજચિન્હ અશોક સ્તંભને પણ દર્શાવેલ છે. આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવી ઓળખને બજેટ બેગ પર સાંકળવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રનો બીજો દિવસ છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. બજેટ પહેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, બજેટ ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને આદિવાસીના હિતલક્ષી અને ગુજરાતના સર્વાંગી વિકાસને રજૂ કરનારુ હશે.