પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે છે. પ્રધાનમંત્રી વારાણસીમાં ચૂંટણી રેલી અને રોડ શો કરશે. પ્રધાનમંત્રી મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે.
પ્રધાનમંત્રી પૂર્વાંચલની ૩૭ બેઠક પર ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર પણ કરશે. આજના કાર્યક્રમની વાત કરીએ તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિર્ઝાપુર અને બનારસમાં રોડ શો કરી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આજે ફુલપુરમાં જનસભાને સંબોધિત કરશે. ઉત્તરપ્રદેશમાં ૬ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સાતમા તબક્કાનું મતદાન યોજાવાનું બાકી છે. ત્યારબાદ ૧૦ માર્ચે પરિણામ જાહેર થશે.