શ્રીલંકા સામે મોહાલીમાં પોતાની ૧૦૦મી ટેસ્ટ રમી રહેલા વિરાટ કોહલીને ભારતીય ટીમે આજે ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.
ભારતીય ટીમે ટેસ્ટના બીજા દિવસે પોતાની ઈનિંગ ૫૭૪ રન પર ડિકલેર કરી હતી.એ પછી ભારતની ટીમ મેદાન પર ઉતરવાની હતી ત્યારે ટીમના તમામ ખેલાડીઓએ વિરાટ કોહલીને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.
ખેલાડીઓએ એક કોરિડોર બનાવ્યો હતો અને કોહલી તેમાંથી પસાર થયો હતો.દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ કોહલીને ભેટીને સન્માન આપ્યુ હતુ.
૧૦૦મી ટેસ્ટ રમવા બદલ કોહલીને ટેસ્ટ શરુ થઈ તે પહેલા પણ ક્રિકેટ બોર્ડે સન્માનિત કર્યો હતો અને કોચ રાહુલ દ્રવિડે કોહલીને ૧૦૦મી ટેસ્ટ રમવા બદલ કેપ આપી હતી.દ્રવિડે કહ્યુ હતુ કે, આ સન્માન માટે તુ હકદાર છે.