ઉત્તરપ્રદેશમાં આજે સાતમા અને અંતિમ ચરણનું મતદાન

ઉત્તરપ્રદેશમાં આજે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયુ છે.

આ તબક્કામાં ૯ જિલ્લાની ૫૪ ચૂંટણીક્ષેત્રમાં કુલ ૬૧૩ ઉમેદવારો મેદાનમાં છે. જે જિલ્લામાં મતદાન યોજાઇ રહ્યુ છે તેમાં મઉ, આઝમગઢ, જોનપુર, વારાણસી, ગાઝીપુર, મિર્ઝાપુર અને ભદોહી સામેલ છે.

સાતમા તબક્કાના મતદાનમાં ૨ કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

કોરોના મહામારીને જોતા ચૂંટણી પંચે કોવિડ સુરક્ષિત ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર વારાણસીની આઠ વિધાનસભા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં બહુવિધ બેઠકો પર નજીકની હરીફાઈ જોવા મળશે. વારાણસી જિલ્લા સિવાય ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં અન્ય આઠ જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં નવરંગપુરા સ્ટેડિયમમાં આયોજીત ખેલ મહાકુંભનો મોદી પ્રારંભ કરાવશે. આ ઉપરાંત રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં દિક્ષાત સમારોહમાં ય હાજરી આપશે. સાથે સાથે નરેન્દ્ર મોદીના હસ્તે રિવરફ્રન્ટ પર  સ્પોર્ટસ કોમ્પેલેક્ષ ઉપરાંત પશ્ચિમ-પૂર્વને જોડતાં વોક-વેનું ય લોકાપર્ણ કરશે.

વિધાનસભાની ચૂંટણીને પગલે 11મી માર્ચે નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મારૂ ગામ,મારૂ ગુજરાતના નામથી ચૂટાયેલાં જનપ્રતિનિધિઓને સંબોધશે. ભાજપે એક લાખ લોકોને એકઠા કરવાનુ નક્કી કર્યુ છે. નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં ભાજપ વિરાટ શક્તિ પ્રદર્શન કરશે અને ચૂંટણીનો શંખનાદ ફૂંકશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *