દેશમાં કોરોનાના કેસમાં હવે નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત ૨૪ કલાક દરમિયાન દેશભરમાં કોરોનાના ૪,૩૬૨ નવા કેસ નોંધાયા હતા.
૯,૬૨૦ દર્દીઓ સાજા થયાં હતા. તો મૃત્યુ આંકમાં પણ ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં ૬૬ દર્દીઓના મૃત્યુ થયાં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસના સક્રિય કેસ ઘટીને ૫૪ હજાર થઈ છે. તો આ તરફ વેક્સિનેશન અભિયાન પણ યુદ્ધના ધોરણે દેશભરમાં ચલાવાઈ રહ્યું છે.
દેશભરમાં અત્યાર સુધીમાં ૧૭૮ કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.