ભરૂચના અંકલેશ્વર આઈટીઆઈના ઇલેકટ્રીશ્યન વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ વિવિધ અસરકારક પ્રોજેક્ટો તૈયાર કરી પોતાના કૌશલ્યને ઉજાગર કર્યું છે.
શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ૧૦ દિવસમાં ટ્રાન્સમીશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, રેઇન ડિટેક્ટર, તેમજ લાઇ ફાઈ પ્રોજેક્ટો તૈયાર કર્યો છે. તેમણે તૈયાર કરેલ લાઇ-ફાઈ પ્રોજેક્ટ દ્વારા એલઇડી લેમ્પના પ્રકાશની તીવ્રતાનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. આ લાઇ-ફાઈ, વાઈ ફાઈ કરતા ૧૦૦ ગણી સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકે છે.
બનાવેલ પવનચક્કી પ્રોજેક્ટમાં પવન ઉર્જાની મદદથી વિધુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે