દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આવેલા રેલવે સ્ટેશન ખાતે વિકાસ કાર્યોનું સાંસદ પૂનમ માડમના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
ભાણવડ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ એક પર બેઠક વ્યવસ્થા સાથે કવર શેડ, મહિલાઓ માટે વેઇટિંગ રૂમ, સંપૂર્ણ ઉંચાઈવાળું પ્લેટફોર્મ નંબર ૨, ગોપજામ રેલવે સ્ટેશન પર દિવ્યાંગ લોકો માટે શૌચાલય, બાવલા અને જામજોધપુર ખાતે પણ દિવ્યાંગ લોકો માટે શૌચાલય જેવી સુવિધાઓ હવે લોકોને મળશે.
આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા….