રાજકોટ: સ્ત્રીઓ માટે ૮ માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે સિટી બસમાં ફ્રી મુસાફરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ દ્વારા કરવામાં આવી રહી છે. જે સિટી બસ તથા બી.આર.ટી.એસ. બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહી છે.

બંને બસ સેવાનો હાલ ૫૦,૦૦૦ થી વધુ શહેરીજનો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. તા.૦૮/૦૩/૨૦૨૨ મંગળવારના રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ બંને બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવશે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે તા. ૦૮/૦૩/૨૦૨૨ મંગળવારના રોજ હોય જેથી એ દિવસ દરમ્યાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત મહિલા-સ્ત્રી મુસાફરો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જ્યારે ભાઇઓ/પુરૂષ મુસાફરો એ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. બહોળી સંખ્યામાં મહિલા-સ્ત્રી મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *