ભારતે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને તાત્કાલિક સમાપ્ત કરવાનુ આહ્વાન કર્યુ છે. યુક્રેન પર માનવીય સ્થિતિ પર યુ.એન.એસ.સી માં સંબોધન કરતા ભારતના કાયમી પ્રતિનિધી ટી.એસ. તિરુમુર્તિએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર બંને પક્ષો સાથે વાતચીત કરી છે.
તાત્કાલિક યુદ્ધવિરામ અને બંને પક્ષોને વાતચીત તેમજ કુટનીતિક રીતે સમાધાન લાવવાની જરૂરિયાતનુ પુનરાવર્તન કર્યુ છે. ટી.એસ. તિરુમુર્તિએ કહ્યું કે, ભારત યુક્રેનથી ૨૦ હજારથી વધુ નાગરિકોની સુરક્ષિત રીતે પરત લાવવા સક્ષમ રહ્યુ છે.
ભારતીય અધિકારીઓએ અન્ય દેશોના નાગરિકોને પણ તેમના દેશોમાં પરત ફરવામાં મદદ કરી છે.