ગુજરતમાં વિધાનસભા ની ચૂંટણી ને લઈ પાટીદાર સમાજમાં ચહલ પહલ ચાલી રહી છે ત્યારે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા આજે નરેશ પટેલ ને પત્ર લખીને કોંગ્રેસ માં આવા માટે અપીલ કરી છે તેને લઈ રાજકારણ ગરમાયુ છે. આ પત્રમાં હાર્દિક પટેલે નરેશ પટેલને જણાવ્યું છે કે, પાટીદાર સમાજના હજારો યુવાનો સરકારની તાનાશાહીનો ભોગ બન્યાં છે. હું આપને રાજકીય જીવનમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકર તરીકે પત્ર લખીને અપીલ કરી રહ્યો છું. આ દરમિયાન પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે ઈલેકશન આવતા હોય છે ત્યારે જ દરેક લોકોની કિંમત થતી હોય છે. લોકશાહીન સમરાગણમાં પક્ષોમાં જબાવદારી ચૂંટણી પછી પાંચ વર્ષ હોય છે જ્યાં સુધી તેઓ પોતાનો હોદ્દો નિભાવતા હોય છે પરંતુ વાસ્તવિકતા તો કઈક અલગ હોય છે. ચૂંટણી આવે ત્યારે જ લોકોની સમસ્યાઓ, માંગો સંભળાય છે, સમાજને સાઈડમાં રાખવાની કોઈ વાત હોતી નથી, રાજકારણમાં જોડાવવું એ દરેકની વ્યકતિગત નિર્ણય હોય છે, કોઈપણ પ્રકારની રણનીતી ન હોવાનું પણ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતુ.
હાર્દિક પટેલ જણાવ્યું હતુ હતુ કે છેલ્લા ઘણા સમયથી દરેક અલગ અલગ પક્ષોમાં પ્રમુખો આગેવાનો તેઓને મળે છે અને નરેશભાઈને જોડાવવા માટેના આમંત્રણો આપે છે.નરેશભાઈ સામાજીક, આરોગ્ય, ખેતી વિષયક બાબતોમાં સમાજ માટે અનેક કાર્યો કરે છે,ત્યારે સ્વાભાવિક છે કે દરેક પક્ષને એવું હોય છે કે સમાજના સેવાકીય માણસ તેઓના પક્ષમાં જોડાય એ માટેતેઓના પ્રયત્નો રહેતા હોય છે જેના ભાગરૂપે હાર્દિક પટેલે નરેશભાઈને આમંત્રણ આપ્યું છે. તેણે એમ પણ કહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો તેમના નેતૃત્વમાં કામ કરવું અમને ગમશે.
હાર્દિક પટેલ સુરતની મુલાકાતે આવ્યો છે તે દરમિયાન તે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા સાથે મીટિંગ પણ કરી હતી. આથી આવનારી ચૂંટણીમાં સુરત ફરી એપી સેન્ટર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. નરેશ પટેલ જયારે રાજનીતીમાં આવશે ત્યારે ખોડધામનું સ્ટેજ છોડીને જાહેરાત કરશે. વધુમાં હાર્દિક પટેલે અલ્પેશ કથરિયા ઉપરાંત ધાર્મિક માલવિયા સાથે પણ બેઠક કરી હતી. જેના પગલે આવનારા દિવસોમાં કોઈ મોટા ફેરફાર થાય તો નવાઈ નહિ.