‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ૧૧ માર્ચે જ રિલીઝ થશે, બોમ્બે હાઇકોર્ટે ઇન્ટરે હુસૈનની અરજી ફગાવી

ધ કાશ્મીર ફાઈલ્સના ટ્રેલરમાં બતાવવામાં આવેલી હાર્ડ-હિટિંગ સિક્વન્સ માટે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે તે સમયે અલગતાવાદી દળો કાશ્મીરમાં આઝાદીની માંગ કરી રહ્યા હતા, જેને કેટલાક રાજકીય નેતાઓનું સમર્થન મળ્યું હતું. કાશ્મીરી પંડિતો પર હુમલો કરવામાં આવ્યો અને તેમને ખીણ છોડવાની ફરજ પડી. અનુપમ ખેર કાશ્મીરી પંડિતના રોલમાં જોવા મળશે. 
બોમ્બે હાઈકોર્ટે ધ કાશ્મીર ફાઈલ્સના પ્રકાશન પર રોક લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧૧ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અરજી ફગાવી દેવાયા બાદ ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો છે. ધ કાશ્મીર ફાઇલ્સની વાર્તા ૧૯૯૦ના દાયકામાં ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હકાલપટ્ટી અને આ સમયગાળાના રાજકીય વાતાવરણ પર આધારિત છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, પુનીત ઈસ્સાર, પલ્લવી જોશી અને દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *