ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સવારે ૮ વાગ્યાથી ગણતરી શરૂ થઈ ગઈ છે.
રુઝાનોમાં ઝડપથી તસવીરો બદલાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં રુઝાનમાં સ્પષ્ટ બહુમતીની સરકાર બનતી દેખાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં ૩૬ વર્ષ પછી પહેલીવાર સતત બહુમતની સરકાર રિપીટ થઈ રહી છે.
ઉત્તર પ્રદેશની ગોરખપુર શહેર વિધાનસભા સીટથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધી બીજેપીના યોગી આદિત્યનાથ ૧૬,૫૬૯ મત, સમાજવાદી પાર્ટીના સુભાવતી શુક્લા ૪,૨૯૦ વોટ, કોંગ્રેસની ચેતના પાંડે ૨૨૬ વોટ, બીએસપી ખ્વાજા શમસુદ્દીન ૧૦૪૨ વોટથી આગળ છે.
ઉત્તર પ્રદેશની અયોધ્યાની કુલ ૫ સીટોમાંથી ૪ સીટો પર બીજેપી આગળ ચાલી રહી છે. એક સીટ પર સપા આગળ છે. અયોધ્યાવી ગોસાઈગંજ વિધાનસભા સીટથી સપા ઉમેદવાર અભય સિંહ ૨૬૦૦ સીટથી આગળ ચાલી રહ્યા છે અને અહીં ભાજપ ઉમેદવાર આરતી તિવારી પાછળ છે.
ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી ગઈ છે. રુઝાનમાં બીજેપી ૨૨૦ને પાર થઈ ગઈ છે. જ્યારે સપાની સાયકલ અત્યારે ૯૦ સીટથી પણ પાછળ ચાલી રહી છે. જો રુઝાન પરિણામોમાં પરિવર્તીત થાય તો યુપીમાં ઈતિહાસ સર્જાશે કે જ્યારે કોઈ પાર્ટી સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવશે,
પંજાબમાં આમ આદમી પાર્ટીની બહુમતની સરકાર બનતી દેખાઈ રહી છે. ઉત્તરાખંડ-ગોવામાં પણ બીજેપીની સરકાર બનવાના અણસાર દેખાય છે.
પંજાબના મુખ્યમંક્ષી ચરણજીત સિંહ ચન્ની તેમની બંને સીટોથી પાછળ છે. ચન્નીએ આ વખતે ચમકૌર સાહિબ, ભદૌર સીટથી ચૂંટણી લડી હતી. જ્યારે નવજોત સિંહ સિદ્ધુ પણ તેમની સીટ પરથી આગળ.
ઉત્તરાખંડના લાલકુઆં વિધાનસભા સીટથી પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશરાવત અંદાજે ૧૦ હજાર મતથી પાછળ છે. તે સિવાય ભીમતાલ, નૈનીતાલ અે હલદ્વાનીમાં બીજેપી આગળ ચાલી રહી છે.
દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઈવીએમના વિરુદ્ધમાં વિરોધ ધરણાં શરૂ કરી દીધા છે. પાર્ટી ઓફિસની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ પોસ્ટર લઈને પહોંચ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ ગોવા-પંજાબ-મણિપુરમાં ફરી હારનો સામનો કરવો પડ્યો છે.
ગોવામાં બીજેપી બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, અત્યાર સુધી ૧૬ સીટો પર આગળ છે, જ્યારે ૧૫ સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ગોવામાં બહુમતી માટે ૨૧ સીટોની જરૂર છે.