સુરતના સૈયદપુરા રાજાવાડી વિસ્તારમાં ઓઈલના ડેપોમાં એકાએક આગ ભડકી હતી. ત્રણ જેટલા ઓઇલ ભરેલા મોટા ડ્રમ હોવાને કારણે આ ખૂબ જ ભીષણ રીતે અને ઝડપથી પ્રસરી ગઇ હતી. ઓઇલ ડ્રમમાં ધડાકા થતાની સાથે જ ફ્લેશ ફાયર પણ જોવા મળી હતી. આગના ગોટેગોટા કિલોમીટર દૂર સુધી દેખાતા હતા. જોતજોતામાં તો પ્રસરી ગઈ હતી.તેના કારણે આસપાસમાં રહેતા લોકોએ આ તેમના ઘર સુધી પહોંચે તે પહેલાં જ સ્થાનિક રહિશોએ તાત્કાલિક વિસ્તાર ખાલી કરી દીધો હતો
આગનો કોલ ફાયર વિભાગને મળતાની સાથે જ કતારગામ, ધાંચીશેરી અને મુગલીસરા ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આગ કાબૂમાં લીધી હતી. ઓઈલ ડેપોમાં લાગેલી વિકરાળ આગના કારણે કોઈ જાન હાની નહિ થાય તે બાબતની કાળજી લેવા સ્થાનિક લાલગેટ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યો હતો.
ત્રણ જેટલા ઓઇલ ભરેલા ડ્રમ હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી.ફાયર વિભાગે ગણતરીના સમયમાં જ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ઓઇલ ભરેલા ડ્રમને કારણે આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. ઓઈલ હોવાના કારણે ધુમાડો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળતો હતો. તેના કારણે આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો હતો.