પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી અગિયારમી માર્ચથી બે દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા હોવાથી ભારતીય જનતા પક્ષ અને સરકાર દ્વારા તેમના કાર્યકમોને સફળ બને તેવી તડામાર તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે.

અમદાવાદ હવાઈમથકે પ્રધાનમંત્રી મોદીના આગમન સ્વાગત બાદ કોબા ગામે ભાજપના પ્રદેશ કાર્યાલય “કમલમ” સુધી રોડ- શો યોજાશે, જેમાં વિવિધ સમાજના ચાર લાખ લોકો સડકના બંને કિનારે ઊભા રહી પ્રધાનમંત્રી મોદીનું અભિવાદન કરે તેવી વ્યવસ્થા ભાજપ દ્વારા ગોઠવાઈ ગઈ છે. ભાજપના ટોચના હોદ્દેદારો સાથે પ્રધાનમંત્રી મોદી અહીં મહત્વની બેઠક યોજવાના યોજાશે.

અમદાવાદમાં આજે યોજાનાર પંચાયત મહાસંમેલનમાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી તેના વિશાળ આયોજન માટે કામકાજ ઝડપથી ચાલી રહ્યું છે. સરપંચથી સાંસદ સુધીના હોદ્દે ચૂંટાયેલા સવા લાખથી વધુ જન-પ્રતિનિધિઓ આ સંમેલનમાં હાજર રહી પ્રધાનમંત્રી મોદી પાસેથી માર્ગદર્શન ગ્રહણ કરવાના છે. અમદાવાદમાં રોડ શો કરશે અને પંચાયતીરાજ સંસ્થાઓના એક લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓની રેલીને પણ સંબોધશે.

ગુજરાતમાં  ત્રિસ્તરીય પંચાયત રાજ માળખામાં ૩૩ જિલ્લા પંચાયત, ૨૪૮ તાલુકા પંચાયત અને ૧૪,૫૦૦ ગ્રામ પંચાયત છે. ગુજરાત પંચાયત મહાપંચાયત- આપણું ગામ આપણી પંચાયત-માં એક લાખથી વધુ પંચાયતીરાજ પ્રતિનિધીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી પોતાની ગુજરાત મુલાકાતના બીજે દિવસે રાષ્ટ્રીય સંરક્ષણ વિશ્વવિદ્યાલયની નવી ઇમારતું લોકાર્પણ કરશે. તે પહેલાં તેઓ આ વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારંભને પણ સંબોધશે. તેઓ ખેલ મહાકુંભનું ઉદઘાટન પણ કરશે.

૧૨/૦૩/૨૦૨૨,ગાંધીનગર નજીક રક્ષાશક્તિ યુનિવર્સિટિના પહેલા પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહેવાના છે, તો સાંજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાયેલા “ખેલ મહાકુંભ“ માં પણ તેઓ હાજર રહી ઊગતા ખેલાડીઓનો જુસ્સો વધારશે. આગામી સમયમાં યોજાવનાર અગિયારમાં “ખેલ મહાકુંભ” માં ભાગ લેવા માટે ૪૫ લાખથી વધુ રમતવિર પોતાનું રજિસ્ટ્રેશન ઓનલાઈન કરાવી ચૂક્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *