ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ૧૩ થી ૧૬ માર્ચ દરમિયાન આહવા ખાતે આયોજિત ઐતિહાસિક ડાંગ દરબારના મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ મેળામાં વેપારીઓ માટે પ્રશાસને 918 જેટલા હંગામી સ્ટોલ્સ ફાળવ્યા છે,તો જુદી જુદી મનોરંજક રાઇટ્સ માટે ૧૧ પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત ડાંગ જિલ્લાના સખી મંડળો નિર્મિત જુદી જુદી પ્રાકૃતિક ચીજવસ્તુઓ જેવી કે બામ્બુ ક્રાફ્ટ, હેન્ડી ક્રાફ્ટ, નાગલીની વિવિધ પ્રોડક્ટ, ઇમીટેશન જ્વેલરી, ડ્રેસ મટિરિયલ્સ સહિત સ્વાદિષ્ટ વ્યંજનોના પ્રદર્શન અને વેચાણ માટેના ૪૦ થી વધુ સ્ટોલ્સ પણ ફાળવી દેવામાં આવ્યા છે.