અમદાવાદ ખાતે આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાશે. પીરાણા આશ્રમ ખાતે આજથી ૧૩ માર્ચ એમ ત્રિદિવસીય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવત સહિત દત્તાત્રેય હૉસબોલે અને અખિલ ભારતીય કાર્યકારિણી મંડળ હાજર રહેશે.
૫ રાજ્યની ચૂંટણીના પરિણામ બાદ અમદાવાદના પીરાણા આશ્રમમાં આ બેઠક યોજાવાની હોવાથી તેને મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામ પર ચર્ચા થઈ શકે છે, તો ૧૧થી ૧૨ માર્ચ દરમિયાન પીએમ મોદી પણ આ બેઠકમાં સંઘ પ્રમુખ સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે.