અમદાવાદ: મેમ્કો-નરોડામાં ટ્રાફિક જામ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોને લઇને ડફનાળાથી એરપોર્ટ અને નોબલનગર સુધીનો રસ્તો બંધ કરવામાં આવતા નરોડા મેમ્કો રોડ હજારો વાહનચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા.

ભાટ થી કોબા સુધીનો વાહનવ્યવહાર બંધ કરતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. નરેન્દ્ર મોદીના એરપોર્ટ આગમન સમયથી જ એરપોર્ટથી કોબા કમલમ સુધીના 10 કિલોમીટર લાંબા રોડ દરમિયાન અનેક રસ્તાઓ બંધ રહેતા વાહનચાલકો પરેશાન થયા હતા.

ડફનાળાથી એરપોર્ટ, ઇન્દિરાબ્રીજ અને નોબલનગર સુધીનો રસ્તો બંધ કરીને વાહનચાલકોને મેમ્કો નરોડા થઇને ગાંધીનગર જવા માટેનો વૈકલ્પિક રસ્તો સુચવાયો હતો.  પરંતુ, આ રસ્તા પર   કાલુપુર તરફથી આવતા વાહનોનું ભારણ વહેલી સવારથી જ હોવાને કારણે વાહનચાલકો કલાકો સુધી રસ્તામાં ફસાયેલા રહ્યા હતા.

નરોડા થી નાના ચિલોડાને જોડતા બ્રીજ બંધ હજુ તૈૈયાર ન હોવાને કારણે જીઆઇડીસીના આંતરિક રસ્તાથી રીંગ રોડ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. બીજી તરફ ભાટથી કોબા સુધીનો રસ્તો પણ બંધ કરવામાં આવતા સરદાર પટેલ રીંગ રોડ અને વિસતથી કોબા સર્કલ  આવતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. વાહનચાલકોએ જણાવ્યું હતું કે પોલીસે રોડ શોના 30 મિનિટ પહેલા રસ્તો બધ કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *