રશિયા અને યુક્રેન યુદ્ધ: ભારત યુક્રેનમાંથી પોતાની એમ્બેસી હટાવશે

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન વિદેશ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે યુક્રેન ખાતેની પોતાની એમ્બેસી પોલેન્ડમાં શિફ્ટ કરવાની જાહેરાત કરી હતી.

વિદેશ મંત્રાલયે  દેશના પશ્ચિમી ભાગોમાં હુમલા સહિત યુક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસને અસ્થાયી ધોરણે પોલેન્ડ ખસેડવામાં આવશે. આગળના વિકાસ અંગે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

ભારતીય દૂતાવાસો તેમના નાગરિકો સાથે સતત સંપર્કમાં છે જેઓ હજુ પણ ત્યાં ફસાયેલા છે. જ્યારે દૂતાવાસની મદદથી અત્યાર સુધી તમામ યુદ્ધ સ્થળ પરથી ભારતીયોને બચાવી લેવાયા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ સમયાંતરે લોકોને સલાહ આપે છે, જે ત્યાં હાજર લોકોને ઘણી મદદ કરે છે.

રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યુ છે. હવે રશિયા પશ્ચિમી પ્રદેશોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તમામ પ્રતિબંધો છતાં જો રશિયા તેની શરતોને વળગી રહે છે તે જ સમયે યુક્રેન રશિયા સામે ઝૂકવાને બદલે તેના હુમલાનો સતત જવાબ આપી રહ્યું છે. યુક્રેનમાં કથળતી સુરક્ષા સ્થિતિને ટાંકીને ભારત સરકારે રવિવારે યુક્રેનની દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *