રશિયા-યુક્રેન કટોકટી પછીની સૌપ્રથમ ખરીદીમાં ભારતે રશિયા પાસેથી ત્રીસ લાખ બેરલ ઓઇલ ખરીદ્યુ છે. ભારતની રીફાઇનરી IOC ( ઇન્ડિયન ઓઇલ પેટ્રોકેમિકલ ) એ રશિયન ઉરલ્સનું ૩૦ લાખ બેરલ ઓઇલ ટ્રેડર વિટોલ પાસેથી ખરીદ્યું છે. આ જોતા રશિયાની જંગી ડિસ્કાઉન્ટની ઓફર ભારતે સ્વીકારી લીધી લાગે છે.
ફેબુ્રઆરીમાં IOCએ જણાવ્યું હતું કે તે ફિક્સિંગ વેસલ્સ અને વીમા અંગેની કોઈપણ જટિલતાઓ ટાળવા ડિલિવરી બેસિસે ઓઇલની ખરીદી કરશે. આઇઓસીને ઓઇલના કાર્ગો માટે ચૂકવણી કરવામાં કોઈ વાંધો આવે તેમ નથી.
કોમોડિટી તરીકે પ્રતિબંધત નથી અને પ્રતિબંધત કંપની પાસેથી ખરીદાયું નથી. IOCએ આ ઉપરાંત અબુધાબી સિૃથત મુરબન ક્રૂડ પાસેથી વીસ લાખ બેરલ ઓઇલની ખરીદી કરી છે અને નાઇજીરિયાની એપ્કો અને ફોર્કાડોસ પાસેથી પણ દસ-દસ લાખ બેરલની ખરીદી કરી છે.
રશિયા દ્વારા પશ્ચિમે પ્રતિબંધો લાદતા ઘણી કંપનીઓ અને દેશોએ તેના ઓઇલના દરવાજા બંધ કરી દીધા છે. તેના લીધે તેને અત્યંત ડિસ્કાઉન્ટે તેનું ક્રૂડ વેચવાની ફરજ પડી રહી છે. વિટોલે ભારતને ૨૦થી ૨૫ ડોલર ડિસ્કાઉન્ટે એટલે કે ૭૫ ડોલરની આસપાસના ભાવે ક્રૂડ વેચ્યુ હોવાનું મનાય છે. આ ભાવ ક્રૂડના ૯૬ ડોલરના સરેરાશ ભાવની તુલનાએ ઘણો ડિસ્કાઉન્ટે કહી શકાય. મંગળવારે ક્રૂડ પણ લગભગ ૭ % જેટલું તૂટીને ૯૬ ડોલર થઈ ગયું હતું.
યુકે સરકારે મંગળવારે રશિયાને નિકાસ કરાતી લક્ઝરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. રશિયન પ્રોડક્ટ્સ જેવી કે વોડકા વગેરે પર અત્યંત ઊંચા દરે વેરાના સ્વરૂપમાં આિર્થક પ્રતિબંધ લાદ્યો હતો. ઉપરાંત તેણે વધુ ૩૭૦ રશિયન અને બેલારૂસના નાગરિકો પર પ્રતિબંધ લાદ્યા છે. રશિયાનો વોડકા બ્રિટિશરોમાં ઘણી જાણીતી અને લોકપ્રિય પ્રોડક્ટ્સ છે અને જંગી વેરાના લીધે તેના પર વધારે અસર પડશે. નવા દરના લીધે રશિયન આૃર્થતંત્ર વૈશ્વિક વેપારથી અલગ પડી જશે.